For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કે ચંદ્રશેખર રાવે તેલંગાનાના મુખ્યમંત્રી પદના શપથ લીધા

કે ચંદ્રશેખર રાવે ગુરુવારે તેલંગાનાના મુખ્યમંત્રી પદના શપથ લીધી. રાજધાની હૈદરાબાદમાં રાજ્યપાલે તેમને પદના શપથ લેવડાવ્યા.

|
Google Oneindia Gujarati News

કે ચંદ્રશેખર રાવે ગુરુવારે તેલંગાનાના મુખ્યમંત્રી પદના શપથ લીધી. રાજધાની હૈદરાબાદમાં રાજ્યપાલે તેમને પદના શપથ લેવડાવ્યા. રાજ્યમાં સાત ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને 11 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમમાં કેસીઆરની પાર્ટી તેલંગાના રાષ્ટ્ર સમિતિની ચૂંટણીમાં ભારે બહુમત મેળવ્યો. ત્યારબાદ તેમને બીજી વાર મુખ્યમંત્રી બનવા માટે રસ્તો સાફ થઈ ગયો.

આ પણ વાંચોઃ Pic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શાહરુખ, સલમાન...આ પણ વાંચોઃ Pic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શાહરુખ, સલમાન...

kcr

તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ સતત બીજી વાર તેલંગાનાના મુખ્યમંત્રી બન્યા છે. રાજભવનમાં આયોજિત સમારંભમાં રાજ્યપાલ ઈ એસ એલ નરસિંહે તેમને પદ તેમજ ગોપનીયતાના શપથ લેવડાવ્યા. બુધવારે ટીઆરએસના નવા નીમાયેલા ધારાસભ્યોએ ટીઆરએસ મુખ્યાલય તેલંગાના ભવનમાં એક બેઠકમાં કેસીઆરને પોતાના નેતા ચૂંટ્યા.

તેલંગાના વિધાનસભા ચૂંટણીના મંગળવારે ઘોષિત થયેલા પરિણામોમાં કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર)ની પાર્ટી ટીઆરએસે બીજી વાર બહુમત મેળવ્યો છે. રાજ્યની 119માંથી ટીઆરએસે સૌથી વધુ 88 સીટો મેળવી છે. વળી, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધન 21 સીટોમાં સમેટી ગઈ. કોંગ્રેસને 19 સીટો અને ટીડીપીને 2 સીટો મળી. ચૂંટણીમાં એઆઈએમઆઈએમ ત્રીજી મોટી પાર્ટી રહી છે. એઆઈએમઆઈએમનો સાત સીટો પર જીત મળી છે. ભાજપ, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક અને અપક્ષોને એક-એક સીટ મળી છે.

English summary
K Chandrasekhar Rao takes oath as the Chief Minister of Telangana in Hyderabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X