• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુત્ર આકાશને પીએમ મોદીની ફટકાર પર કૈલાશ વિજયવર્ગીયએ તોડ્યુ મૌન

|

ઈંદોરમાં જર્જરિત મકાનને તોડવા પહોંચેલા નગર નિગમના અધિકારીની ક્રિકેટ બેટથી પિટાઈ કરનાર ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય હવે પોતાની જ પાર્ટીમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નારાજગી સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશ ભાજપ આકાશ વિજયવર્ગીય પર કાર્યવાહી કરવાના મૂડમાં જોવા મળી રહી છે. પીએમ મોદીએ હાલમા જ ભાજપ સંસીય દળની બેઠકમાં આકાશના કેસમાં કહ્યુ હતુ કે દીકરો કોઈનો પણ હોય, મનમાની નહિ ચાલે અને કાયદાનું પાલન બધાએ કરવુ પડશે. આકાશ વિજયવર્ગીયને પીએમ મોદીની આ ફટકાર બાદ તેના પિતા અને ભાજપના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયનું નિવેદન સામે આવ્યુ છે.

આ પણ વાંચોઃ અધ્યક્ષની ચૂંટણીમા નહિ રહે ગાંધી પરિવાર, સોનિયા સાથે અમેરિકા જશે રાહુલ

‘અનુશાસન બધા માટે સમાન'

‘અનુશાસન બધા માટે સમાન'

મધ્ય પ્રદેશમાં ભાજપના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયએ પોતાના પુત્ર અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીને પીએમ મોદીની ફટકાર મામલે પ્રતિક્લિયા આપતા કહ્યુ, ‘પ્રધાનમંત્રી મોદીજી ભાજપ પરિવારના પ્રમુખ અને અમારા માટે પિતા સમાન છે. તેમની કહેલી આ વાતમાં પણ પોતાનાપણુ છૂપાયેલુ છે. ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી અનુશાસિત પાર્ટી છે અને એક પરિવારની જેમ છે. પરિવારનો કોઈ સભ્ય જો ભૂલ કરે તો પરિવારના પ્રમુખને એ અધિકાર હોય છે કે તે સભ્યને સમજાવે અને જો જરૂર પડે તો તેના પર ગુસ્સો પણ કરે. પીએમ મોદીના કહેલા શબ્દ આકાશને રાજકારણમાં નવી દિશા અને ઉર્જા આપવાનું કામ કરશે. પાર્ટીમા અનુશાસન બધા માટે સમાન હોય છે.'

પીએમ મોદીએ લગાવી હતી ફટકાર

પીએમ મોદીએ લગાવી હતી ફટકાર

તમને જણાવી દઈએ કે ગયા મંગળવારે દિલ્લીમાં ભાજપ સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પીએમ મોદી ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના નગરનિગમ અધિકારીને બેટથી પીટવાની ઘટના પર ખૂબ જ નારાજ જોવા મળ્યા. પીએમ મોદીએ નામ લીધા વિના કહ્યુ કે પુત્ર કોઈનો પણ હોય, મનમાની નહિ ચાલે. તેમણે કહ્યુ કે આ રીતની ઘટના ન હોવ જોઈએ. આવી ઘટના ના દેશહિતમાં છે અને ના પાર્ટીના હિતમાં, બધાએ કાયદાનું પાલન કરવુ પડશે. પીએમ મોદીએ કહ્યુ કે પાર્ટીના નામને ખરાબ કરનારનો વ્યવહાર સ્વીકાર્ય નહિ હોય. તેમણે કહ્યુ કે જો કોઈએ કંઈ ખોટુ કર્યુ છે તો કાર્યવાહી થવી જોઈએ અને આ બધા પર લાગુ થાય છે.

ભાજપ કરી શકે છે આકાશ પર કાર્યવાહી

ભાજપ કરી શકે છે આકાશ પર કાર્યવાહી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કડક ફટકાર બાદ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય સામે ભાજપ કાર્યવાહી કરવા પર પણ વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આકાશ વિજયવર્ગીયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ઈંદોરના ભાજપ એકમના અમુક નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ઈંદોરના અમુક નેતાઓએ આકાશ વિજયવર્ગીયનું સ્વાગત કર્યુ હતુ. આકાશ વિજયવર્ગીયએ ઈંદોરમાં એક નિગમ અધિકારીના બેટથી એ વખતે પિટાઈ કરી દીધી હતી જ્યારે તે ટીમ સાથે સ્થળ પર જર્જરિત મકાનને તોડવા પહોંચ્યા હતા. નિગમ અધિકારી સાથે મારપીટનો વીડિયો પણ સામે આવ્યો હતો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની ઘણી ટીકા થઈ હતી.

‘જે કર્યુ તેના પર શરમ નથી'

‘જે કર્યુ તેના પર શરમ નથી'

આ મામલે આકાશ વિજયવર્ગીય ઉપર કેસ નોંધવામાં આવ્યો અને તેને જેલ મોકલી દેવામાં આવ્યો. બાદમાં ભોપાલની વિશેષ અદાલતમાંથી આકાશ વિજયવર્ગીયને જામીન મળ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ આકાશ વિજયવર્ગીયએ કહ્યુ, ‘આવી સ્થિતિમાં જ્યારે એક મહિલાને પોલિસ સામે ઢસડવામાં આવી રહી હતી ત્યારે આના સિવાય કંઈ કરવા વિશે વિચારી પણ નહોતો શકતો, જે કર્યુ તેના પર મને કોઈ શરમ નથી. પરંતુ હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે ફરીથી બેટિંગ કરવાનો મોકો ના આપે.' વળી, કૈલાશ વિજયવર્ગીયએ આ મામલાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યુ, ‘મને લાગે છે કે બંને પક્ષો તરફથી ભૂલ કરવામાં આવી હતી. આકાશ અને નગર નિગમ કમિશ્નર બંને કાચા ખેલાડીઓ છે. આ કોઈ મોટો મુદ્દો નહોતો પરંતુ આને મોટો બનાવી દેવામાં આવ્યો.'

English summary
Kailash Vijayvargiya Response On PM Modi Words About Akash Vijayvargiya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X