• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kairana Bypoll Live: કેરાનામાં મતદાન દરમિયાન વોટરોની પીટાઈ

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

યુપીની ખુબ જ ચર્ચિત કેરાના સીટ પર આજે મતદાન થઇ રહ્યું છે. ભાજપા સંસદ હુકમ સિંહના નિધન પછી ખાલી થયેલી આ સીટ પર ભારતીય જનતા પાર્ટી ઘ્વારા મૃગાકા સિંહ એક તરફ મેદાને છે જયારે સામે પક્ષે આરએલડી, સપા, બસપા અને કોંગ્રેસ તરફથી તબસ્સુમ હસન મેદાને ઉતરી છે. યુપીની બિજનૌર જિલ્લાની નુરપુર સીટ પર પણ આજે મતદાન થઇ રહ્યું છે. ગોરખપુર અને ફુલપુર સીટ હાર્યા પછી ભાજપ સામે ફરી એકવાર પોતાની સાખ બચાવવા માટે પડકાર છે. જયારે વિપક્ષ ફરી એક સાથે આવીને ટક્કર આપી રહ્યા છે. તો ઉત્તરપ્રદેશ કેરાના સીટ પરની લાઈવ અપડેટ અહીં જુઓ...

Newest First Oldest First
5:05 PM
કેરાનાના ભૂરા ગામમાં પોલીસ પર પથરાવ. ચોસાના ગામમાં ભાજપ અને આરએલડી સમર્થક સામસામે લડયા.
5:03 PM
કેરાના ઉપચુનાવ અંગે આઝમ ખાનનો મોટો આરોપ મુસ્લિમ વોટોને ખરીદવા માટે મોટી રકમ પહોંચાડવામાં આવી.
5:02 PM
કેરાનાની જાણતા જાતિ અને ધર્મના આધારે નહિ પરંતુ વિકાસના આધાર પર વોટ આપશે. ભાજપની સરકારે યુપીમાં વિકાસ કર્યો છે: સુરેશ રાણા
3:36 PM
ઈવીએમ ખરાબીની ફરિયાદ લઈને ચુનાવ આયોગ જશે અજિત સિંહ અને રામગોપાલ યાદવ કેરાના અને નૂરપુરમાં ઘણા બૂથો પર ઈવીએમ મશીન ખરાબ હોવાની ફરિયાદ મળી છે.
3:34 PM
કેરાનામાં મુસ્લિમ વોટરોને રોકવાના સવાલ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિપક્ષ ખોટા આરોપ લગાવી રહી છે. બધાને મતદાન કરવાનો મોકો મળવો જોઈએ.
2:01 PM
કેરાનામાં ભાજપા નેતા અનિલ ચૌહાણ પર દબંગાઈ કરવાનો આરોપ. જબરજસ્તી પોલિંગ બૂથનો મોટો ગેટ ખોલાવી વોટરોને અંદર લઇ ગયા.
1:58 PM
કેરાનામાં મતદાન દરમિયાન વોટરોની પીટાઈ. કેરાના સીઓ રાજેશ તિવારી પર વોટરોની પિટાઈનો આરોપ. કેરાના પાસે મતદાન કેન્દ્ર 173 ની ઘટના
11:44 AM
મશીનોમાં આવી રહેલી ગરબડી પછી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ઘ્વારા ટવિટ કરીને સરકાર પર નિશાનો સાધવામાં આવ્યો હતો. તેમને ટવિટ કરીને જણાવ્યું કે ઈલેક્શન દરમિયાન ઘણી જગ્યા પર ઈવીએમ મશીનો ખરાબ થયાની ખબર આવી રહી છે. તેમ છતાં પોતાના મત અધિકાર માટે જાઓ અને પોતાની ફરજ નિભાવો.
11:43 AM
તબસ્સુમ હસન ઘ્વારા શામલી, કેરાના અને નુરપુરમાં 175 પોલિંગ બૂથ પર ઈવીએમ ખરાબ હોવાને કારણે ચુનાવ આયોગને પત્ર લખ્યો
11:06 AM
કેરાનામાં ઘણી જગ્યા પર મશીનો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. મુશ્લીમ અને દલિત વિસ્તારોમાં ખરાબ મશીનો બદલવામાં પણ નથી આવી રહી. જો બીજેપી એવું વિચારે છે કે તેઓ આવું કરીને ઈલેક્શન જીતી જશે તો એવું નહીં થાય: તબસ્સુમ હસન
10:58 AM
રિપોર્ટ અનુસાર નુરપુરમાં 140 ઈવીએમ મશીનો ખરાબ છે. આ મશીનો ખરાબ એટલા માટે છે કારણકે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. બિલકુલ આવો જ રિપોર્ટ કેરાનામાં પણ આવી રહ્યો છે. ભાજપા ફુલપુર અને ગોરખપુરની હારનો બદલો લેવા ઈચ્છે છે. એટલા માટે તેઓ કોઈ પણ કિંમતે અમને હરાવવા માંગે છે: રાજેન્દ્ર ચૌધરી, સપા
10:55 AM
સમાજવાદી પાર્ટીનો આરોપ - નુરપુરમાં 64 બૂથ પર ઈવીએમ મશીનો ખરાબ. મુશ્લીમ વિસ્તારના મશીનો ખરાબ. સપા પ્રતિનિધિમંડળ બપોર સુધી ચુનાવ આયોગ સાથે મુલાકાત કરશે.
10:51 AM
કેરાના લોકસભા ઉપચુનાવમાં 29 ઈવીએમ મશીનો છેલ્લા 2 કલાકથી ખરાબ. વિધાનસભા ગંગોહના ગામ ગાંધીનગર બૂથ સંખ્યા 196માં ઈવીએમ મશીન ખરા મતદાન પર પડી રહી છે તેની અસર.
10:49 AM
કેરાના લોકસભા ઉપચુનાવમાં વિપક્ષ ઉમેદવાર તબસ્સુમ હસન ઘ્વારા પ્રશાશન પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું છે કે તેઓ મુસ્લિમોને વોટ આપવાથી રોકી રહ્યા છે.
10:47 AM
કેરાના લોકસભા ઉપચુનાવ માટે શામલીમાં સવારે 9 વાગ્યા સુધી 8.5 ટકા મતદાન, કેરાના શહેરમાં લગભગ 9 ટકા મતદાન અને થાનાભવનમાં 14 ટકા મતદાન
10:46 AM
કેરાના લોકસભા ઉપચુનાવ માટે શામલીમાં ભારે સુરક્ષા વચ્ચે મતદાન ચાલુ. મતદાન કરવા માટે બૂથ બહાર વોટરોની લાંબી લાઈન લાગી.

English summary
Live updates of Kairana bypoll election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X