For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણીજોઈને ઈવીએમ મશીનો ખરાબ કરવામાં આવી રહી છે: તબસ્સુમ હસન

આજે દેશભરમાં 4 લોકસભા અને 10 વિધાનસભા સીટો માટે ઈલેક્શન થઇ રહ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશ કેરાના લોકસભા સીટ પર ચાલી રહેલું ઈલેક્શન ખુબ જ અગત્યનું માનવામાં આવી રહ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં 4 લોકસભા અને 10 વિધાનસભા સીટો માટે ઈલેક્શન થઇ રહ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશ કેરાના લોકસભા સીટ પર ચાલી રહેલું ઈલેક્શન ખુબ જ અગત્યનું માનવામાં આવી રહ્યું છે. આ સીટ પર ભાજપની સાખ દાવ પર લાગી છે. જયારે વિપક્ષ ગોરખપુર અને ફુલપુર સીટ મુજબ જીત મેળવવા માટે પ્રત્યન કરી રહી છે.

tabassum hasan

કેરાના લોકસભા ઉપચુનાવમાં વિપક્ષ ઉમેદવાર તબસ્સુમ હસન ઘ્વારા પ્રશાશન પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું છે કે તેઓ મુસ્લિમોને વોટ આપવાથી રોકી રહ્યા છે. તેમને આગળ જણાવ્યું કે કેરાનામાં ઘણી જગ્યા પર મશીનો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. મુશ્લીમ અને દલિત વિસ્તારોમાં ખરાબ મશીનો બદલવામાં પણ નથી આવી રહી. જો બીજેપી એવું વિચારે છે કે તેઓ આવું કરીને ઈલેક્શન જીતી જશે તો એવું નહીં થાય.

તબસ્સુમ હસન ઘ્વારા મશીનોમાં આવી રહેલી ગરબડી અંગે ચુનાવ આયોગને ફરિયાદ કરવામાં આવી રહી છે. કેરાનામાં ઈવીએમ મશીનો ખરાબ થતા મતદાતાઓ ઘ્વારા પણ હંગામો કરવામાં આવ્યો છે. કેટલીક જગ્યાઓ પર કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ વોટરોને વોટ નહીં આપવા દેવા પર મહિલા મતદાતાઓ ઘ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. કેરાનામાં લગભગ 40 મિનિટ સુધી ઈવીએમ ખરાબીને કારણે વોટિંગ અટકી ગયી હતી.

મશીનોમાં આવી રહેલી ગરબડી પછી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ઘ્વારા ટવિટ કરીને સરકાર પર નિશાનો સાધવામાં આવ્યો હતો. તેમને ટવિટ કરીને જણાવ્યું કે ઈલેક્શન દરમિયાન ઘણી જગ્યા પર ઈવીએમ મશીનો ખરાબ થયાની ખબર આવી રહી છે. તેમ છતાં પોતાના મત અધિકાર માટે જાઓ અને પોતાની ફરજ નિભાવો.

રાજેન્દ્ર ચૌધરી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે નુરપુરમાં 140 ઈવીએમ મશીનો ખરાબ છે. આ મશીનો ખરાબ એટલા માટે છે કારણકે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. બિલકુલ આવો જ રિપોર્ટ કેરાનામાં પણ આવી રહ્યો છે. ભાજપા ફુલપુર અને ગોરખપુરની હારનો બદલો લેવા ઈચ્છે છે. એટલા માટે તેઓ કોઈ પણ કિંમતે અમને હરાવવા માંગે છે

English summary
Kairana Lok Sabha RLD candidate Tabassum Hasan says machines are being tampered everywhere
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X