યુપીમાં વધુ એક રેલ દુર્ઘટના, પાટા પરથી ઉતરી કાલિંદી એક્સપ્રેસ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ માં ફરી એકવાર મોટી રેલ દુર્ઘટના થતાં બચી. ફિરોઝાબાજમાં ટુંડલા પાસે કાલિંદી એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાતા પાટા પરથી ઉતરી ગઇ હતી. રાતે લગભગ 1.20 વાગે થયેલી આ ઘટનામાં કાલિંદી એક્સપ્રેસનું એન્જિન અને પહેલો ડબ્બો પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઇ ઘાયલ થયું હોવાની કે કોઇના મૃત્યુની સૂચના મળી નથી.

kalindi express

ટ્રેન નંબર 14723 કાનપુર સેન્ટ્રલથી હરિયાણાના ભિવાની જંક્શન સુધી જાય છે. રેલવે મંત્રાલય અનુસાર, આ ઘટના બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં ઘણી વાર લાગી. ખૂબ મહેનત બાદ ટ્રેનનું સમારકામ થઇ શક્યું અને સવારે 5.20 વાગે ટ્રેન રવાના કરવામાં આવી.

અહીં વાંચો - સુષ્મા સ્વરાજ અંગેના સવાલનો તેમના પતિએ આપ્યો મજેદાર જવાબ

kalindi express

ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી

ટ્રેન પાટા પરથી ઉતરી જતાં બીજી ટ્રેનોના યાતાયાત પર પણ અસર થઇ હતી. ડાઉન લાઇનની ટ્રેનોને ગાઝિયાબાદ અને અપ લાઇનની ટ્રેનોને આગ્રા તરફ ડાયવર્ટ કરવામાં આવી. રેલવે મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી કે, 'ટુંડલામાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ગાઝિયાબાદ મુખ્ય રેલવે ટ્રેક અપ અને ડાઉન બ્લોક થઇ ગયાં છે. ડાઉન ટ્રેનો ગાઝિયાબાદ લખનઉ ડાયવર્ચ કરવામાં આવી રહી છે તથા અપ ટ્રેનો આગ્રાથી ડાયવર્ટ થઇ રહી છે.'

આ ઘટનાની અન્ય તસવીરો જુઓ અહીં..

kalindi express
kalindi express
kalindi express
English summary
Kalindi express derailed near Tundla in Uttar Pradesh no casualties.
Please Wait while comments are loading...