For Daily Alerts
કલમાડી અને રાજા સંસદીય સમિતિની પેનલમાં
નવી દિલ્હી, 3 ઑક્ટોબર : દેશમાં સૌથી મોટા કૌભાંડો પૈકી ગણાતા કોમનવેલ્થ ગેમ્સ અને 2જી સ્પેક્ટ્રમના જુદા જુદા કૌભાંડોમાં અનેક દિવસો સુધી જેલમાં રહેલા સુરેશ કલમાડી અને એ રાજાની નિમણૂંક સંસદીય સમિતિમાં કરવામાં આવતા સૌને આશ્ચર્ય થયું છે.
એ રાજાને ઉર્જાની પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સુરેશ કલમાડીને વિદેશી બાબતોની પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પેનલોનું પુનર્ગઠન 30 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું અને પહેલી ઑક્ટોબરના રોજ તેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
દરેક પેનલોમાં કયા સભ્ય રહેશે તેનો નિર્ણય પાર્ટીઓ દ્વારા લેવામાં આવે છે. કૌભાંડમાં સંડોવાયેલા બંને નેતાઓની વિવાદાસ્પદ નિમણૂંકથી કોંગ્રેસ પાર્ટી પર પ્રશ્નો ઉભા થયા છે.