લોકસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કરી ત્રીજી યાદી, કલમાડી આઉટ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 માર્ચ: કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે મંગળવારે 58 ઉમેદવારોની પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે જેમાં પુણેથી સુરેશ કલમાડીની જગ્યાએ યુવા નેતા વિશ્વજીત કદમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહંમદ અઝરૂદ્દીન ઉત્તર પ્રદેશના મુરાદાબાદના બદલે આ વખતે રાજસ્થાનના ટોંક સવાઇ માધોપુરથી કિસ્મત અજમાવશે.

પાર્ટીએ આ સાથે જ ઓરિસ્સા વિધાનસભા ચૂંટણી માટે 118 ઉમેદવારોના નામની જાહેરાત કરી દિધી છે. ઓરિસ્સામાં 10 અને 17 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે. પાર્ટી મહાસચિવ મધુસુધન મિસ્ત્રી દ્વારા મંગળવારે રાત્રે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ નેતા સામેલ છે. 58 ઉમેદવારોની આ યાદીમાં રાજસ્થાનમાંથી 15, ગુજરાતમાંથી આઠ, દિલ્હીમાં પાંચ, છત્તીસગઢમાંથી બે, મહારાષ્ટ્રમાંથી ચાર, મધ્ય પ્રદેશમાંથી ત્રણ, ઝારખંડમાંથી બે ઉમેદવારોના નામ પણ સામેલ છે.

kapi-suresh-azharuddin

પાર્ટીએ દિલ્હીથી પોતાના પાંચ હાલના સાંસદો કપિલ સિબ્બલને ચાંદની ચોક, અજય માકનને નવી દિલ્હી, સંદીપ દીક્ષિતને પૂર્વી દિલ્હી, જયપ્રકાશ અગ્રવાલને ઉત્તર પૂર્વી દિલ્હી અને કૃષ્ણા તીરથને ઉત્તર-પશ્વિમ દિલ્હીથી ફરી એકવાર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દિલ્હીથી હવે ફક્ત બે ઉમેદવારોના નામ બાકી રહી ગયા છે. પાર્ટીએ આજે પોતાના ત્રણ પ્રદેશ અધ્યક્ષો પંજાબમાં પ્રતાપ સિંહ બાજવાને ગુરદાસપુરથી, રાજસ્થાનમાં અજમેરથી સચિન પાયલોટને તથા હરિયાણામાં સિરસા અનામત સીટથી અશોક તંવરને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ મહાસચિવ સી પી જોશી ભીલવાડના બદલે જયપુર ગ્રામીણથી મેદાનમાં ઉતરશે.

પાર્તી દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીની સાથે પાર્ટી દ્વારા અત્યાર સુધી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની સંખ્યા 318 થઇ ગઇ છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરથી સૂરજ સિંહ વર્માના સ્થાને પંકજ અગ્રવાલને ઉમેદવાર જાહેર કર્યા છે. અજીત જોગીને છત્તીસગઢના મહાસમુંદથી ટિકીટ આપી છે જ્યારે કાંકેર અનામત સીટ પરથી ફૂલ દેવી નેતામ ઉમેદવાર બનાવી છે.

બિહારના નાલંદાથી પૂર્વ પોલીસ અધિકારી આશીષ રંજન સિંહાને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યાં છે. ઝારખંડના ચતરાથી ધીરજ પ્રસાદ સાહુ અને કોડરમાથી તિલકધારી પ્રસાદ સિંહ કોંગ્રેસ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પુણેથી યુવા નેતા અને મહારાષ્ટ્ર યુવક કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વજીત કદમ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તે વરિષ્ઠ મંત્રી પ્રતાપ રાવ કદમના પુત્ર છે. પાર્ટીએ હરિયાણાના ગુડગાંવથી રાવ ધર્મપાલને ઉમેદવાર બનાવ્યા છે.

English summary
Senior Congress leader Suresh Kalmadi, accused of irregularities in the preparations for the 2010 Delhi Commonwealth Games, has been denied a party ticket to contest the national election that’s to be held over the next two months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X