For Quick Alerts
For Daily Alerts
ટ્વિટર પર કમાલ ખાનનો ગુજરાતના વિકાસ મુદ્દે બફાટ
ગાંધીનગર, 24 ઑક્ટોબરઃટ્વિટર પર બેફામ બબડાટ કરવા માટે જાણીતા અભિનેતા કમાલ ખાને ગુજરાતના વિકાસ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ બફાટ કરતી ટ્વિટ કરી છે. જેમાં તેણે ગુજરાતમાં વિકાસના નામે ઉદ્યોગપતિઓનો વિકાસ થાય અને ગરીબો વધારે ગરીબ થયા છે, તેમ કહ્યું છે.
હંમેશા વિવાદિત ટ્વિટ કરીને ફિલ્મ અભિનેતા, ક્રિકેટર્સ વિરુદ્ધ મન ફાવે તેવા નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. તેની આવી ટ્વિટના કારણે તે અનેક વખત ટીકાઓનો શિકાર પણ બન્યો છે, આ વખતે જ્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે કમાલ ખાને ટ્વિટર થકી ગુજરાત અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યેના પોતાના અણગમાને રજૂ કર્યો છે.
મંગળવારે પોતાના ટ્વિટ પેજ પર કમાલ ખાને લખ્યું છે કે, ગુજરાતનો વિકાસ થયો છે પરંતુ ટાટા, બિરલા અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓ માટે. જ્યારે ગુજરાતની ગરીબ જનતા વધુ ગરીબ બની છે.