For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MP: ફ્લોર ટેસ્ટ પહેલા કમલનાથનુ રાજીનામુ, બોલ્યા મારી શું ભૂલ હતી?

ફ્લોર ટેસ્ટ પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાનુ એલાન કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં ઘણા દિવસોથી રાજકીય મહાસંગ્રામ શુક્રવારે પોતાના પરિણામ પર પહોંચી ગયો. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આજે(20 માર્ચ) યોજાનારા ફ્લોર ટેસ્ટ પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાનુ એલાન કરી દીધુ છે. એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યુ કે મે રાજ્યપાલ લાલજી ટંડનને મળવા માટે 1 વાગ્યાનો સમય માંગ્યો હતો ત્યારબાદ હું મારુ રાજીનામુ તેમને સોંપી દઈશ. તમને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કમલનાથ સરકાર પર સંકટના વાદળો છવાયેલા હતા.

kamalnath

પ્રેસ કૉન્ફરન્સમાં શુક્રવારે કમલનાથે મોટુ એલાન કરીને મુખ્યમંત્રી પદેથ રાજીનામુ આપી દીધુ છે. કમલનાથે ભાવુક સ્વરમાં કહ્યુ, 15 મહિનામાં મારો પ્રયાસ રહ્યો કે અમે રાજ્યને નવી દિશા આપીએ, રાજ્યની તસવીર બદલીએ, મારી શું ભૂલ હતી? ભાજપ વિચારે છે કે મારા રાજ્યને હરાવીને તે ખુદ જીતી જશે. તો તે એવુ ક્યારેય નહિ કરી શકે. તમને જણાવી દઈએ કે રાજીનામાના એલાન પહેલા કમલનાથના નિવાસ પર કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થી જેમાં એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે વિધાનસભામાં આજે યોજાનાર ફ્લોર ટેસ્ટ વિશે ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચોઃ 20 માર્ચનો ઈતિહાસઃ આજે બેટરીનો અવિસ્કાર થયો હતો, જાણો મહત્વનો ઘટનાક્રમઆ પણ વાંચોઃ 20 માર્ચનો ઈતિહાસઃ આજે બેટરીનો અવિસ્કાર થયો હતો, જાણો મહત્વનો ઘટનાક્રમ

English summary
Kamal Nath resign MP Chief Minister post before floor test says what was my fault
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X