For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદ બાદ કમલનાથનો યૂ-ટર્ન, હવે પોલીસ બેન્ડ સાથે ગાશે વંદે માતરમ્

વિવાદ બાદ કમલનાથનો યૂ-ટર્ન, પોલીસ બેન્ડ સાથે ગાશે વંદે માતરમ

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં વંદે માતરમ્ ગીતને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ તરફથી સતત થઈ રહેલ હુમલા અને દબાણની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથ પોતાના વલણથી બદલવા માટે મજબૂર થઈ ગયા. તેમણે કહ્યું કે હવે પોલીસ બેન્ડની સાથે વંદે માતરમ્ ગવાશે. જણાવી દઈએ કે અત્યાર સુધી વંદે માતરમની ચાલી આવી રહેલ પરંપરા મુજબ આ સામૂહિક ગાન મંત્રાલય પરિસરમાં મંત્રીની હાજરી અથવા મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં થતું આવ્યું છે.

કમલનાથે માર્યો યૂ-ટર્ન

કમલનાથે માર્યો યૂ-ટર્ન

આ વચ્ચે 1લી જાન્યુઆરીએ ભોપાલમાં મંત્રાલયની સામે ઉદ્યાનમાં સામૂહિક વંદે માતરમ્ ન ગવળાવ્યા બાદ કમલનાથ સરકાર ઘેરાઈ ગઈ હતી. જો કે, હવે હમલનાથે યૂ-ટર્ન લઈ લીધો છે. તેમણે કહ્યું, 'ભોપાલમાં હવે આકર્ષક રૂપે પોલીસ બેન્ડ અને સામાન્ય લોકોની સહભાગિતા સાથે વંદે માતરમ્ ગાયન થશે. દર મહિનાના પહેલા કાર્યદિવસ પર સવારે 10.45 વાગ્યે પોલીસ બેન્ડ રાષ્ટ્ર ભાવના જાગૃત કરતી ધુન વગાળતાં શૌર્ય સ્મારકથી વલ્લભ ભવન સુધી માર્ચ કરશે.'

શિવરાજનું એલાન- હું જઈશ, પછી જુકશે કમલનાથ

શિવરાજનું એલાન- હું જઈશ, પછી જુકશે કમલનાથ

વર્ષના પહેલા દિવસે વંદે માતરમ્ ગીત ન ગવાયા બાદ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર શરૂ કરી દીધા. તેમણે પૂછ્યું કે આખરે કોના કહેવા પર વંદે માતરમ્ ની પરંપરાત તોડવામાં આવી. શિવરાજે કહ્યું કે, "જો કોંગ્રેસને રાષ્ટ્રગીતના શબ્દો નથી આવડતા કે પછી રાષ્ટ્ર ગીત બોલવામાં શરમ આવે છે, તો મને જણાવી દે. દર મહિને પહેલી તારીખે વલ્લભ ભવનના પ્રાંગણમાં જનતાની સાથે હું વંદે માતરમ્ ગાઈશ.'

2005થી ગાવામાં આવી રહ્યું છે વંદે માતરમ્

2005થી ગાવામાં આવી રહ્યું છે વંદે માતરમ્

શિવરાજે સવાલ ઉઠાવ્યો કે આખરે કોની સહમતિ અને મંજૂરીથી પહેલી જાન્યુઆરીએ વંદે માતરમનું સમૂહ ગાન ન થયું. તેમણે એલાન કર્યું કે ભાજપાના તમામ ધારાસભ્યો સાત જાન્યુઆરીએ સામૂહિક વંદે માતરમ ગાશે. જણાવી દઈએ કે વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી બાબૂલાલ ગૌરના કાર્યકાળમાં દર મહિનાની પહેલી તારીખે સામૂહિક વંદે માતરમ ગીત ગાવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સિલસિલો પાછલા 13 વર્ષથી ચાલ્યો આવી રહ્યો છે, પરંતુ સત્તા બદલ્યા બાદની પહેલી તારીખે એટલે કે 1લી જાન્યુઆરીએ વલ્લભ ભવન પરિસરમાં વંદે માતરમ્ ગીતનું સમૂહગાન ન થયું. જેનાથી સરકાર વિવાદોમાં ઘેરાઈ ગઈ.

ભારતના ટુકડે-ટુકડા કરનાર ગેંગને કોંગ્રેસનું સમર્થન

ભારતના ટુકડે-ટુકડા કરનાર ગેંગને કોંગ્રેસનું સમર્થન

સામૂહિક વંદે માતરમ્ ગીતનું આયોજન સામાન્ય પ્રશાસન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વર્તમાનમાં આ વિભાગ મુખ્યમંત્રી કમલનાથ પાસે છે, જેથી ભાજપે સીધી રીતે કમલનાથ પર પ્રહાર તેજ કરી દીધા. ભાજપે કહ્યું કે, મુખ્યમંત્રી કમલનાથે એક જાન્યુઆરીથી વંદે માતરમ્ ગીત બંધ કરીને રાજ્યના રાષ્ટ્રભક્ત નાગરિકોને નવા વર્ષની ગિફ્ટ આપી છે. પરંતુ આવું કરીને કોંગ્રેસ પાર્ટી અને કમલનાથે આગામી લોકસભા ચૂંટણીનો એજન્ડા સેટ કરી દીધો છે. કમલનાથ સરકારના આ પગલાંથી સ્પષ્ટ થઈ ગયું કે વોટ બેંકની રાજનીતિને પગલે કોંગ્રેસ અને કમલનાથ ભારતના ટુકડે-ટુકડા કરવાના નારા લગનાવનાર ગેંગને રાજનૈતિક સંરક્ષણ પ્રદાન કરશે. આ મામલે વિરોધ ઉગ્ર થતાં કમલનાથે સ્પષ્ટતા આપવી પડી. તેમણે કહ્યું કે, 'અમારી પણ ધર્મ, રાષ્ટ્રીયતા અને દેશભક્તિમાં આસ્થા છે. કોંગ્રેસ પાર્ટી કે જેણે દેશની આઝાદીની લડાઈ લડી, તેને દેશભક્તિ, રાષ્ટ્રીયતા માટે કોઈની પાસેથી પણ પ્રમાણપત્ર લેવાની જરૂરત નથી. ભાજપીઓ આના પર રાજનીતિ ન કરે, વંદે માતરમ્ ગાનને હું નવા રૂપથી લાગૂ કરશ.'

ભાજપે ગાયું સામૂહિક વંદે માતરમ્

ભાજપે ગાયું સામૂહિક વંદે માતરમ્

મધ્ય પ્રદેશમાં મંત્રાલય પરિસરમાં સામૂહિક રીતે વંદે માતરમ્ ગીત ગાવાના 13 વર્ષ જૂની પરંપરા પર અઘોષિત રોક લગાવવામાં આવ્યાના વિરોધમાં ભાજપે બુધવારે મંત્રાલયની સામે સામૂહિક વંદે માતરમ્ ગીત ગાયું. સાથે જ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટમાં લખ્યું કે, 'હું અને ભાજપના સમસ્ત ધારાસભ્યો વિધાનસભા સત્રના પહેલા દિવસે 7 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે વલ્લભ ભવનના પ્રાંગણમાં વંદે માતરમ્ ગીત ગાશું. આ પહેલમાં જોડાવવા માટે તમારા બધાનું સ્વાગત છે.' શિવરાજ સિંહ ચૌહાણે આગળ કહ્યું કે 'કોંગ્રેસ કદાચ ભૂલી ગઈ છે કે સરકાર આવે છે, જતી રહે છે પરંતુ દેશ અને દેશભક્તિથી ઉપર કંઈ જ નથી. હું માંગ કરું છું કે વંદે માતરમ્ ગાયન હંમેશાની જેમ કેબિનેટ મીટિંગની પહેલા અને દર મહિનાની પહેલી તારીખે હંમેશાની જેમ વલ્લભ ભવનના પ્રાંગણમાં થાય.' જો કે ચારો તરફથી ખુદને ઘેરાતા જોઈ કમલનાથે યૂ-ટર્ન લેતા એલાન કર્યું કે હવેથી પોલીસ બેન્ડ સાથે વંદે માતરમ ગીતનું ગાયન થશે.

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની લડાઈમાં એકનું મોત, RSS પર CMએ લગાવ્યા ગંભીર આરોપ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની લડાઈમાં એકનું મોત, RSS પર CMએ લગાવ્યા ગંભીર આરોપ

English summary
kamal nath's u-turn after bjp's appose, he will chant vande mataram in new style
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X