• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Kamalamill : આગ લાગ્યા પછી કૂવા ખોદવા જેવી વાત, વાંક કોનો?

By Chaitali
|

મુંબઇના લોઅર પરેલ સ્થિત કમલા મિલ કમ્પાઉન્ડમાં બનેલા રેસ્ટોરન્ટમાં ગુરુવાર મોડી રાતે લાગી ભૂષણ આગ. જેમાં કુલ 14 લોકોની મોત થઇ. આ પછી આ મામલો સંસદમાં પણ ગૂંજ્યો. અને શિવસેના અને ભાજપ પર આ મામલે સામ સામે આવી. ભાજપના સાંસદ કિરીટ સોમૈયાએ આ મામલે સંસદમાં કહ્યું કે તમામ રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી નિયમોનું પાલન નહતું થયું. આ માટે તેમણે બીએમસીને જવાબદાર ઠેરવી અને કહ્યું કે અધિકારીઓની બેજવાબદારીના કારણે આ અકસ્માત થયો છે. જો કે ભારતમાં હંમેશા આગ લાગ્યા પછી જ કૂવા ખોદવામાં આવે છે. અને તેવું આ ઘટનામાં પણ થયું 14 લોકોની લાશ બિછાઇ ગઇ ત્યારે તંત્ર સફાળું જાગ્યું. નોંધનીય છે કે આ ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે પણ આ અકસ્માત પછી ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે. અને બીએમસીના કમિશ્નર તેની હાલ તપાસ કરી રહ્યા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ

આ ઘટનામાં 14 લોકોની મોત થઇ છે. પોસ્ટમોર્ટમની રિપોર્ટ નીકાળનાર ડોક્ટરે જણાવ્યું કે મોટા ભાગના લોકોની મોત દમ ધૂંટવાના કારણે થઇ છે. વળી તે પણ જાણવા મળ્યું છે કે કેટલાક લોકો ડરના માર્યા બાથરૂમમાં જતા રહ્યા હતા. પણ બાથરૂમમાં કાર્બન મોનો ઓક્સાઇડના કારણે તેમની મોત થઇ ગઇ. વળી તે વાત પણ સામે આવી છે કે બારમાં આગ ઓલવવા માટે કોઇ સાધનો ઉપલબ્ધ નહતા. વળી ઇમરજન્સી ગેટ પર પણ સમાન રાખવામાં આવ્યો હતો. જેના કારણે તે ખોલી નહતો શકાયો. આમ ભીડ અને આગ વધતા લોકો ફસાઇ ગયા હતો તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

3 પબ માલિકો સામે ફરિયાાદ

3 પબ માલિકો સામે ફરિયાાદ

આ અગ્નિકાંડ પછી પોલીસે આ પબના ત્રણ માલિકો હિતેશ સાંઘવી, જિગર સાંઘવી અને અભીજીત મનકા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નોંધનીય છે કે આ ઘટનામાં 11 મહિલાઓ અને 3 પુરુષોની મોત થઇ છે. અને 16 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વળી શરૂઆતી તપાસમાં પોલીસે જાણ્યું કે પબ માલિકોએ કોઇ પણ પ્રકારના સુરક્ષા નિયમોનું પાલન નહતું કર્યું. સાથે જ આ મામલે બીએમસીના કમિશ્નરે પણ તપાસ હાથ ધરી છે. પબના જે ફોટા સવારે સામે આવ્યા છે તે સ્પષ્ટ બતાવે છે કે આગના કારણે પબ બળીને ખાખ થઇ ગઇ છે.

 આગ

આગ

ગુરુવારે મોડી રાતે લોઅર પરેલમાં આવેલ 1 એબલ રેસ્ટોરન્ટમાં પહેલા આગ લાગી પછી ધીરે ધીરે લંડન ટેક્સી બાર અને મોજો પબમાં પણ આ આગ જલ્દીથી ફેલાઇ ગઇ. ભીષણ આગ અને બચવાના કોઇ માર્ગ ન મળતા કેટલાક લોકો ફસાઇ ગયા. મૃતકોમાં અધિકાંશ મહિલાઓ હતી. ત્યારે હવે તપાસ પછી જ જાણી શકાશે આ માટે કોણ જવાબદાર હતું.

બર્થ ડે બની છેલ્લી પાર્ટી

બર્થ ડે બની છેલ્લી પાર્ટી

કમલા મિલના આ અગ્નિકાંડમાં 28 વર્ષીય ખુશ્બુ મહેતાની પણ મોત થઇ હતી. જે પોતાનો 29મો જન્મ દિવસ ઉજવવા માટે અહીં મિત્રો સાથે આવી હતી. તેની આ ઘટનામાં તેના મિત્રો સાથે પોતાના પ્રાણ ગુમાવ્યા આમ તેનો જન્મ દિવસ જ તેનો અંતિમ દિવસ બની ગયો. ખુશ્બુ આગથી બચવા માટે બાથરૂમમાં જતી રહી હતી. પણ ત્યાં શ્વાસ ન લઇ શકવાના કારણે તેની મોત થઇ ગઇ. મૃતકોની ઓળખ તેજલ ગાંધી, ખુશ્બુ મહેતા, વિશ્વા લક્ષ્મી, પારુલ, ધૈર્ય, કિંજલ શાહ, કવિતા ધારણ, યશા, સર્વજીત, પ્રાચી, મનીષા શાહ, પ્રીતિ તરીકે થઇ છે. વળી મૂળ ગુજરાતી પણ મુંબઇમાં જઇ રહેતા પરિવારના યુવક યુવતીઓએ પણ પોતાના પ્રાણ આ અગ્નિકાંડમાં ગુમાવ્યા છે.

English summary
Kamala mill fire : Gujarati family lost their dear ones. Read how the incident happened and what action is taken by government till now
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X