For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા અમારા વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહી છે: કમલનાથ

કર્ણાટક પછી હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક પછી હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ કોંગ્રેસના મુખ્યમંત્રીને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. તેમને કહ્યું કે ઓછામાં ઓછા પાંચ કોંગ્રેસ વિધાયકોને ભાજપે સંપર્ક કર્યો છે અને તેમને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. કમલનાથે કહ્યું કે ભાજપ વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહ્યું છે, જે વિધાનસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ચૂંટણીમાં જોવા મળ્યું છે.

Kamalnath

આ પહેલા કર્ણાટકમાં ભાજપ પર કોંગ્રેસ વિધાયકોને ખરીદવાનો આરોપ લાગ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પ્રદેશમાં ભાજપ વિધાયકોને ખરીદીને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર તોડવાની કોશિશ કરી રહ્યું છે. કમલનાથે કહ્યું કે મધ્યપ્રદેશમાં ભાજપા વિધાયકોને પાર્ટી સાથે કોઈ ભવિષ્ય નથી જોવા મળી રહ્યું. 5-6 વિધાયકો પણ સતત અમારા સંપર્કમાં છે, પરંતુ હમણાં મને તેમની જરૂર નથી. આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ હાલ સપા અને બસપા વિધાયકોને સમર્થનથી સરકાર ચલાવી રહી છે.

આ પણ વાંચો: કર્ણાટક બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર તોળાઈ રહ્યો છે ખતરો!

આપને જણાવી દઈએ કે કમલનાથ હાલમાં દાવોસમાં છે. તેમને જણાવ્યું કે તેઓ રાજ્યમાં રોકાણ માટે અહીં આવ્યા છે. તેમને જણાવ્યું કે પ્રદેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, અમે લોકોને જણાવીશુ કે કેવી રીતે મધ્યપ્રદેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર વિકસાવી શકાય અને કેમ અહીં રોકાણ કરવું જોઈએ. પોતાની સરકાર વિશે વાત કરતા કમલનાથે જણાવ્યું કે જ્યારથી તેઓ સરકારમાં આવ્યા છે તેમને ખેડૂતોનું દેવું માફ કર્યું છે, વૃદ્ધ લોકોનું પેંશન વધાર્યું છે અને વિવાહની રકમ 51000 કરી દીધી છે.

English summary
Kamalnath says BJP is trying to approach congress mla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X