For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ બનતાં જ બોલ્યા કમલનાથ, 'યૂપી-બિહારના લોકોને કારણે અમારા યુવાનો બેરોજગાર'

યૂપી-બિહારના લોકોને કારણે અમારા યુવાનો બેરોજગારઃ કમલનાથ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની કમાન સંભળતા જ મુખ્યમંત્રી કમલનાથે રોજગારને લઈ મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીની ખુરસી સંભળતા જ કમલનાથે કહ્યુ્ં કે પ્રદેશમાં રોજગારીનો પહેલો હક મધ્ય પ્રદેશના યુવાનોનો છે ન કે બિહાર અને યુપીના યુવાનોનો. તેમણે કહ્યું કે 70 ટકા રોજગાર મધ્ય પ્રદેશના યુવાનોને આપશે. કમલનાથે આ એલાન કરતાની સાથે જ વિપક્ષી દળોના નિશાના પર આવી ગયા.

70 ટકા રોજગાર પર એમપીના યુવાનોનો હક

70 ટકા રોજગાર પર એમપીના યુવાનોનો હક

કમલનાથે સ્પષ્ટ કરી દીધું કે પ્રદેશના ઉદ્યોગોમાં 70 ટકા રોજગાર મધ્ય પ્રદેશના યુવાઓને આપવામાં આવશે અને સરકારની આ નીતિનું અમલીકરણ કરશે તેવા ઉદ્યોગોને છૂટ મળશે. કમલનાથે આ નિવેદન પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોથી જે લોકો મધ્ય પ્રદેશમાં આવે છે તેમના કારણે સ્થાનિક લોકોને નોકરી મળી શકતી નથી. જેથી પ્રદેશના યુવાનો માટે રોજગારને ધ્યાનમાં રાખી મેં આ સંબંધિત ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે.

ખેડૂતોનું દેવું માફ

ખેડૂતોનું દેવું માફ

ઉલ્લેખનીય છે કે કમલનાથનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં થયો છે, પરંતુ પ્રદેશના મુખ્યમંત્રીની ખુરસી સંભાળતા જ તેમણે યૂપી અને બિહારના યુવાનોને રોજગાર આપવાથી દૂરી બનાવી લીધી છે. એક બાજુ જ્યાં કમલનાથે રોજગારને લઈ મોટું એલાન કર્યું તો બીજી બાજુ તેમણે પાર્ટીના ચૂંટણી વાયદા ખેડૂતોના દેવાંમાફીના વાયદા પર મોહર લગાવી દીધી. તેમણે ખેડૂતોનાં દેવાં માફીની ફાઈલ પર હસ્તાક્ષર કરતા ખેડૂતોને મોટી રાહત આપી છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ એલાન કર્યું હતું કે જો પ્રદેશમાં એમની સરકાર આવે છે તો 10 દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ થઈ જશે.

કન્યા વિવાહ યોજનાની રાશિમાં વધારો

કન્યા વિવાહ યોજનાની રાશિમાં વધારો

કમલનાથ સરકારે એલાન બાદ પ્રદેશના રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો દ્વારા ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધી આપવામાં આવેલ દેવું માફ કરી દેવામાં આશે. સાથે જ ખેડૂતોને કન્યા વિવાહ યોજના અંતર્ગત મળતી રકમને કોંગ્રેસ સરકારે વધારી દીધી છે. જેને હવે 51 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.

3 રાજ્યોમાં જીત બાદ પણ રાહુલ ગાંધીના પીએમ બનવાની રાહમાં 3 મોટા રોડા3 રાજ્યોમાં જીત બાદ પણ રાહુલ ગાંધીના પીએમ બનવાની રાહમાં 3 મોટા રોડા

English summary
Kamalnath says Madhya Pradesh youth has first right on the jobs not Uttar Pradesh and Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X