કમલેશ તિવારી હત્યાકાંડઃ હત્યારાને પિસ્તોલ આપનાર યુસૂફ ખાન કાનપુરથી પકડાયો
લખનઉના ચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડમાં હત્યારાઓને પિસ્તોલ ઉપલબ્ધ કરાવનાર આરોપીની યુપી અને ગુજરાત એટીએસે કાનપુરથી ધરપકડ કરી છે. આરોપીનુ નામ યુસૂફ ખાન છે જે મૂળ રીતે યુપીના ફતેહપુરનો રહેવાસી છે. માહિતી મુજબ ગુજરાતના સુરતમાં હત્યારાઓને યુસૂફે જ પિસ્તોલ ઉપલબ્ધ કરાવી હતી. તે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જ રહેતો હતો. એટીએસે કાનપુરના ઘંટાઘરથી યુસૂફની ધરપકડ કરી. અહીં તો પોતાના સંબંધીઓના ઘરે આવ્યો હતો.

સુરતમાં પિસ્તોલ આપી હતી
યુસૂફની ધરપકડ બાદ મોડી રાત સુધી એટીએસના અધિકારી તેની પૂછપરછ કરતકા રહેયા. આ તરફ હત્યારાઓના અન્ય મદદગારો વિશે માહિતી મેળવવા માટે પોલિસ જેલમાં પહોંચીને તેમની પૂછપરછ કરી રહી છે. ફતેહપુરના હથગાંવ પોલિસ સ્ટેશન ક્ષેત્રના રાયપુર મુવારી નિવાસી યુસૂફ સુરતમાં એક દુકાન પર કામ કરતા હતા. વળી, તેની મુલાકાત રાશિદ પઠાણ અશફાક અને મોઈનુદ્દીન સાથે થઈ હતી. યુસૂફે વર્ષ 2018માં જ અશફાક અને મોઈનુદ્દીનને સુરતમાં પિસ્તોલ આપી હતી.

બે મોબાઈલ જપ્ત
ગુજરાત અને યુપી એટીએસે યુસૂફ પાસેથી બે મોબાઈલ જપ્ત કર્યા છે. અધિકારી તેની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હત્યારાઓને આપવા માટે પિસ્તોલ તેને ક્યાંથી અને કોની પાસેથી લીધી હતી. તેના મોબાઈલ ફોનની કૉલ ડિટેઈલ શોધવામાં આવી રહી છે. જેનાથી સ્પષ્ટ થઈ શકે કે યુસૂફે હત્યારા ઉપરાંત કયા લોકોનો સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આની પહેલા ગુરુવારે એક આરોપી નાવેદના સાથી કામરાનની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઝારખંડની 81 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખનું એલાન, પાંચ તબક્કામાં મતદાન થશે

આરોપીઓને નેપાળ પહોંચાડવાનો આરોપ
કામરાન પર હત્યાના આરોપીઓને નેપાળ પહોંચાડવાનો આરોપ છે. પોલિસે જણાવ્યુ કે કામરાન નાવેદની ટ્રાવેલ એજન્સીનો ક્રમચારી છે.તમને જણાવી દઈએ કે કમલેશ તિવારીને મળવા આવેલા બે લોકોમાંથી એકે ભગવા કપડા પહેરી રાખ્યા હતા. તે મિઠાઈના ડબ્બામાં ચાકૂ કટ્ટા લઈને તિવારીને મળવા માટે તેમની ઓફિસ પહોંચ્યા હતા. હુમલાખોરોએ મિઠાઈનો ડબ્બો ખોલ્યો અને બંદૂક ચલાવી પરંતુ પિસ્તોલમાં ગોળી ફસાઈ જવાના કારણે તે ચાલી શકી નહિ. ત્યારબાદ હુમલાખોરોએ ધારદાર હથિયારથી કમલેશ તિવારીનુ ગળુ કાપી નાખ્યુ.