For Quick Alerts
For Daily Alerts
રાહુલ PM તરીકે અનફીટ, મોદીને શંકરાચાર્યે આપ્યા આશિર્વાદ
નવી દિલ્હી, 23 જુલાઇઃ કાંચી કામકોટિના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીએ કહ્યું કે, રાહુલ ગાંધી આ દેશના પીએમ બનવા લાયક નથી, કારણ કે તેમના માતા ઇટલીના નિવાસી હતા. શંકરાચાર્યે રાહુલને પીએમ માટે અનફિટ ગણાવ્યા હતા અને સાથે જ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવા માટે મારા આશિર્વાદ મળી ચૂક્યા છે.
એક બિઝનેસ ન્યૂઝ ચેનલ સાતે વાતચીતમાં શંકરાચાર્યએ કહ્યું કે મોદી મહાન ગુણોવાળા વ્યક્તિ છે અને આગામી લોકસભા ચૂંટણીમાં તે પ્રધાનમંત્રી પદ માટે સંપૂર્ણપણે યોગ્ય છે. શંકરાચાર્યે ભાજપના સૂરમા સૂર મેળવતા કોંગ્રેસ પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સેક્યુલારિઝમના નામે મુસલમાનો અને ખ્રિસ્તીઓના વોટ મેળવવા માગે છે.
આ ઉપરાંત શંકરાચાર્યે ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. શંકરાચાર્ય સરસ્વતીએ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની ટીકા કરી હતી, પરંતુ રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે આ બન્ને પૂર્વ પ્રધાનમંત્રીના કમોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.