For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીતિકા આત્મહત્યા કેસ: ગોપાલ કાંડાને મળ્યા વચગાળાના જામીન

|
Google Oneindia Gujarati News

gopal kanda
નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર : દિલ્હીની એક નીચલી કોર્ટે ગીતિકા શર્માની આત્મહત્યા કેસના આરોપી હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડાને એક મહિના માટે વચગાળાની જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. અધિક સત્ર ન્યાયાધીશ એમ.સી ગુપ્તાએ કાંડાના વકીલની દલિલો સાંભળ્યા બાદ પૂર્વ મંત્રીને ચાર ઓક્ટોબર સુધી વચગાળાના જામીન આપ્યા છે.

કાંડાના વકિલે દલિલ આપી હતી કે તેમના અસિલ હરિયાણા વિધાનસભાના સભ્ય છે અને તેમને પાંચ સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી કાર્યવાહીમાં ભાગ લેવા માટે મંજૂરી આપવી જોઇએ. વકીલે જણાવ્યું કે મારા અસિલ હરિયાણાની સિરસા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની પર જનતાના હિત સંરક્ષિત કરવાની જવાબદારી છે. આવી સ્થિતિમાં તેમને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની પરવાનગી આપવી જોઇએ.

જોકે કોર્ટે કાંડાના જામીન અરજીને મંજર કરવાની સાથે ઘણી બધી શરતો પણ મૂકી. સત્ર ન્યાયાધીશે જણાવ્યું કે અરજીકર્તા દેશ છોડીને નહીં જઇ શકે. સાથે સાથે તેમણે ન્યાયિક પ્રક્રિયામાં સહયોગ પણ કરવો પડશે. કોર્ટે જામીન પર છોડ્યા પહેલા કાંડાને પાંચ લાખ રૂપિયાનો બોન્ડ પણ ભરવા જણાવ્યું.

જોકે દિલ્હી પોલીસે આ મામલાની અન્ય આરોપી અને કાંડાની દોસ્ત અરુણા ચઢ્ઢાની જામીન અવધિ ઓછી કરવાની કોર્ટને વિનંતી કરી. ચઢ્ઢા 15 નવેમ્બર સુધી જામીન પર મુક્ત છે. ઉલ્લેખનીય છે કે કાંડા પર ગીતિકા શર્માને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા અને ચઢ્ઢા પર મુખ્ય આરોપીની મદદ કરવાનો આરોપ છે.

English summary
Former Haryana minister Gopal Goyal Kanda, accused of abetting the suicide of a former air hostess, Thursday got interim bail from a Delhi court to could attend the state assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X