મોદીના શપથ ગ્રહણમાં આવી રહી છે કંગના જેણે કહ્યુ હતુઃ આપણે ઈટલીના ગુલામ હતા
નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગે બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે અને આ શપથ ગ્રહણ સમારંભને ભવ્ય બનાવવા માટે ભાજપે પૂરી કોશિશ કરી છે. આ સમારંભમાં શામેલ થવા માટે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ શપથ ગ્રહણ સમારંભમાં રમતગમત, મનોરંજન અને બિઝનેસ દરેક ક્ષેત્રના મોટા ચહેરાઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. શપથ ગ્રહણ સમારંભમાં ફિલ્મ જગતના ઘણા જાણીતા ચહેરા શામેલ થશે. ફિલ્મી હસ્તીઓમાં કંગના રનોત પણ શામેલ છે જેણે મત આપ્યા બાદ કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ અત્યારે ભાજપના અધ્યક્ષ જ બની રહેવા માંગે છે અમિત શાહ, નહિ બને મંત્રીઃ સૂત્ર

કંગનાએ સાધ્યુ હતુ કોંગ્રેસ પર નિશાન
લોકસભા ચૂંટણી દરમિયાન 29 એપ્રિલે ચોથા તબક્કામાં મુંબઈમાં મતદાન થયુ હતુ. બોલિવુડ ક્વીન કંગના રનોતે આ દરમિયાન મત આપ્યો અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરીને તેમણે કોંગ્રેસ વિશે તીખુ નિવેદન આપ્યુ હતુ. કંગનાએ કહ્યુ હતુ, ‘મને લાગે છે કે સાચા અર્થમાં ભારત હવે આઝાદ થઈ રહ્યુ છે, આ પહેલા આપણે ક્યારેક મુઘલ, ક્યારેક બ્રિટિશ તો ક્યારેક ઈટાલિયન સરકારના ગુલામ હતા, મને લાગે છે કે આજે આપણે મુક્ત છીએ, તમને સ્વરાજનો હક છે, તમારા મતનો ઉપયોગ કરો, એ તમારો હક છે.'

ઘણા કલાકારોને મોકલવામાં આવ્યુ છે આમંત્રણ
તમને જણાવી દઈએ કે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થવા માટે શાહરુખ ખાન, કરણ જોહર, રજનીકાંત, સંજય લીલા ભણશાળી સાથે સાથે ઘણા અન્ય કલાકારોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટાને પણ આ સમારંભ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

શપથ ગ્રહણમાં 6000 મહેમાન થશે શામેલ
આ શપથ ગ્રહણ સમારંભને ભવ્ય બનાવવા માટે ભાજપે પૂરી કોશિશ કરી છે. આ કાર્યક્રમમાં શામેલ થવા માટે 6000 મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનના પ્રમુખ શામેલ થશે. આ ઉપરાંત સાંસદો અને બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. શપથ ગ્રહણ સમારંભમાં આવનારા મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.