For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સીટ પરથી કન્હૈયા કુમાર લડશે લોકસભા 2019ની ચૂંટણી

જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારના બેગૂસરાયથી ચૂંટણી લડશે.

|
Google Oneindia Gujarati News

જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારના બેગૂસરાયથી ચૂંટણી લડશે. કન્હૈયા કુમાર મહાગઠબંધનના ઉમેદવાર હશે, જેમાં રાજદ, કોંગ્રેસ, એનસીપી, જીતન રામ માંઝીની પાર્ટી હમ, શરદ યાદવની લોકતાંત્રિક જનતા દળ સામેલ હશે. સૂત્રો મુજબ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ બેગુસરાય સીટ પર કન્હૈયા કુમારને ઉતારવા માટે તૈયાર થઈ ગયા છે.

સીપીએમની ટિકિટ પર ચૂંટણી લડશે

સીપીએમની ટિકિટ પર ચૂંટણી લડશે

ઉલ્લેખનીય છે કે કન્હૈયા કુમાર સીપીએમની ટિકિટ પર અહીંથી ચૂંટણી લડશે, જેમને સીપીએમ અહ્યાંના ઉમેદવાર ઘોષિત કરશે. કન્હૈયા કુમારને વિપક્ષ પોતાના ઉમેદવાર ઘોષિત કરી એનડીએને સંદેશો આપવાનો પ્રયત્ન કરી રહી છે કે તમામ વિપક્ષી દળ એક છે. તમને જણાવી દઈએ કે કન્હૈયા કુમાર બિહારના બેગૂસરાયના બરૌની બ્લોકના નિવાસી છે. એમના મા બીના દેવી આંગણવાડી કાર્યકર્તા છે, જ્યારે પિતા જયશંકર સિંહ ખેડૂત છે.

ભાજપ પાસે છે સીટ

ભાજપ પાસે છે સીટ

ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં બેગુસરાય સીટ ભાજપના ભોલા સિંહ પાસે છે, તેઓ અહીંથી ભાજપી સાંસદ છે. ભાજપે અહીં પહેલી વાર 2014માં જીત મેળવી હતી. ભોલા સિંહે આરજેડી ઉમેદવાર તનવીર હસનને 58000ના વોટથી હરાવ્યા હતા. ભોલા સિંહને અહીં કુલ 4,28,227 વોટ મળ્યા હતા, જ્યારે હસનને અહીં 3,69,892 વોટ તો સીપીએમના ઉમેદવારને 1,92,639 વોટ મળ્યા હતા.

કન્હૈયા ચૂંટણી લડવા માટે રાજી

કન્હૈયા ચૂંટણી લડવા માટે રાજી

આરજેડીના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે હાલના ફોર્મ્યૂલા મહાગઠબંધનની અંદર સીટ વહેંચણીમાં બેગૂસરાયની સીટ આરજેડીના ખાતામાં આવી રહી છે, પરંતુ લાલુ યાદવ ઈચ્છે છે કે કન્હૈયા કુમાર અહીંથી ચૂંટણી લડે. માટે તેઓ આ સીટ છોડવા માટે તૈયાર છે. સીપીએમ નેતા સત્યનારાયણ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે કે કન્હૈયા કુમાર બેગૂસરાયની સીટથી ચૂંટણી લડશે, ખુદ કન્હૈયાએ અહીં ચૂંટણી લડવાની પોતાની સહમતી દર્શાવી છે. આ પણ વાંચો-જો મહાગઠબંધન થયુ તો ભાજપ યુપીમાં 5 સીટોમાં સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

English summary
Kanhaiya Kumar to contest Loksabha poll in 2019 from Bihar Begusarai seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X