કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રાજદ્રોહની ધારા ખતમ કરવાની વાત પર જાણો કન્હૈયા કુમારે શું કહ્યું?
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કોંગ્રેસનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું. આ ઘોષણાપત્રમાં કોંગ્રેસે વાયદો કર્યો કે જો પાર્ટી સત્તામાં આવે છે તો ભારતીય દંડ સંહિતાની દેશદ્રોહને પરિભાષિત કરતી ધારા 124એને ખતમ કરશે કેમ કે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કરવામાં આવેલ આ વાયદા પર દેશદ્રોહના આરોપી અને બેગુસરાય લોકસભા સીટથી સીપીઆઈ ઉમેદવાર કન્હૈયા કુમારનું નિવેદન સામે આવ્યું છે.

આ ધારા ખતમ કરી દેવી જોઈએઃ કન્હૈયા કુમાર
કોંગ્રેસના વાયદાનું સમર્થન કરતા કન્હૈયા કુમારે કહ્યું કે ધારા 124એ અંગ્રેજોએ બનાવેલ કાળો કાયદો છે જેને હવે રાજનૈતિક દળોએ ખતમ કરવો જોઈએ. કન્હૈયાએ કહ્યું કે માત્ર તેમના પર જ દેશદ્રોહનો કેસ દાખ નથી થયો બલકે સિટિઝનશીપ બિલનો વિરોધ કરનારાઓ પર પણ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એવું નથી કે માત્ર આજની સરકાર જ આ ધાાનો ખોટો ફાયદો ઉઠાવે છે બલકે આઝાદી બાદથી આ કાયદાનો દુરુપયોગ થતો આવ્યો છે. જણાવી દઈએ કે કન્હૈયા કુમાર પણ આધારા અંતર્ગત દેશદ્રોહનો આરોપી છે.

ધારા 124એ ખતમ કરવાનો કોંગ્રેસે કર્યો વાયદો
લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરેલ કોંગ્રેસના મેનિફેસ્ટો મુજબ ભારતીય દંડ સંહિતાની ધારા 124એ જેનો દુરુપયોગ થયો, અને બાદમાં નવો કાયદો બનાવવાની તેની મહત્તા પણ સમાપ્ત થઈ ગઈ છે તેને ખતમ કરી દેવામાં આવશે.
22 લાખ નોકરીઓનું વચન, 150 દિવસ મનરેગા...કોંગ્રેસના ઘોષણાપત્રની 30 મહત્વની વાતો

અફસ્પા અને 124-એ પર ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું
કોંગ્રેસના મેનિફેસ્ટોમાં દેશદ્રોહ ખતમ કરવાના વાયદા પર ભાજપે પ્રહાર કર્યો છે. કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલ ઘોષણાપત્રમાં કરેલ વાયદાને કેન્દ્રીય વિતંતમંત્રી અને ભાજપના સીનિયર નેતા અરુણ જેટલીએ ખતરનાક ગણાવ્યું. જેટલીએ કહ્યું કે તેઓ દેશને તોડનારાઓ સાથે ઉભા છે અને આ ઘોષણાપત્ર માઓવાદિઓ અને જેહાદિઓની મદદ માટે બનાવવામાં આવ્યો છે. જેટલીએ કહ્યું કે રાષ્ટ્રદોહ અને અફસ્પા કાયદામાં બદલાવને લઈ કોંગ્રેસનો વાયદો દેશના હિતમાં નથી.