Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kanjhawala Case: દિલ્લી પોલીસે છઠ્ઠા આરોપી આશુતોષની પણ કરી ધરપકડ

દિલ્લી પોલીસે કાંઝાવાલા કેસમાં છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ કરી છે. જાણો વિગત.

Kanjhawala Case: દિલ્લીના ચકચારી કાંઝવાલા કેસમાં દિલ્લી પોલીસને એક મોટી સફળતા મળી છે. દિલ્લી પોલીસે છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. દિલ્લીમાં સુલતાનપુરીના કાંઝાવાલા વિસ્તારમાં ન્યૂ યરની રાતે અંજલિ નામની 20 વર્ષીય યુવતીની સ્કૂટીને ટક્કર મારવામાં આવી હતી અને ત્યારબાદ તેને ઘણા કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. જેના કારણે તેનુ મોત થયુ હતુ. હવે દિલ્લી પોલીસે એ કારના માલિક આશુતોષને પકડી લીધો છે.

Kanjhawala Case

આ પહેલા ગુરુવારે દિલ્લીના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ કહ્યુ હતુ કે આ કેસમાં વધુ બે આરોપીઓ છે જેમની ઓળખ આશુતોષ અને અંકુશ ખન્ના તરીકે થઈ છે. અમારી ટીમ બંનેની ધરપકડ કરવા માટે કામ કરી રહી છે. વિવિધ સ્થળોએ શોધખોળ ચાલુ છે. મહત્વની વાત એ છે કે પોલીસે સમગ્ર ઘટનાને માર્ગ અકસ્માત ગણાવી છે અને આરોપી અને અંજલિ વચ્ચે કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ દિલ્લી પોલીસ હજુ સુધી એ સવાલનો જવાબ આપી શકી નથી કે આ અકસ્માત પાછળ આરોપીનો ઈરાદો શું હતો. તમને જણાવી દઈએ કે આ અકસ્માત સમયે અંજલિની સાથે તેની મિત્ર નિધિ પણ હતી.

નોંધનીય છે કે આ મામલામાં પોલીસે ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે આ કેસમાં 5 નહિ પરંતુ કુલ 7 આરોપીઓ છે. જેમાંથી 5ની પ્રથમ અકસ્માતના બીજા જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ છઠ્ઠા આરોપી આશુતોષની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. હવે પોલીસની સામે મોટુ રહસ્ય એ છે કે આ લોકો અંજલિને કયા હેતુથી એક કિલોમીટર સુધી રસ્તા પર ખેંચી ગયા હતા.

સાગરપ્રીત હુડ્ડાએ કહ્યુ કે અમે આશુતોષની ધરપકડ કરી છે, તેણે પોલીસને ખોટી માહિતી આપી હતી. આ પહેલા ગુરુવારે પોલીસે કહ્યુ હતુ કે આશુતોષ અને અંકુશ ખન્ના ફરાર છે, બંને આરોપીઓને છુપાવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં બંનેની ઓળખ થઈ છે. પોલીસે એમ પણ કહ્યુ કે ઘટના સમયે અંજલિની સ્કૂટીને ટક્કર મારનાર કારમાં પાંચ નહીં પરંતુ ચાર લોકો હતા.

તપાસમાં જાણવા મળ્યુ કે અકસ્માત સમયે પાંચમો આરોપી દીપક કારમાં નહોતો. દીપક ઘરે હતો, તેને ફોન દ્વારા આ અંગે જાણ કરવામાં આવી હતી. અમિત ખન્ના કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ અમિતે તેના પિતરાઈ ભાઈ અંકુશ અને દીપકને જાણ કરી, જેમણે તેને કહ્યુ કે પોલીસને એવુ કહેજે કે દીપક કાર ચલાવી રહ્યો હતો. પોલીસે કહ્યુ કે અમને શંકા છે કે આ લોકો વકીલની સલાહ લઈ રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X