For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kanjhawala Case: અંજલિ મોત કેસમાં આરોપીના ભાઈએ કહ્યુ, પીડિતાને ન્યાય મળવો જોઈએ

દિલ્લીના સુલતાનપુરીમાં બનેલ ચકચારી અંજલિ મોત કેસમાં આરોપીના ભાઈએ કહ્યુ કે પીડિતાને ન્યાય મળવો જોઈએ।

|
Google Oneindia Gujarati News

Kanjhawala Case: દિલ્લીના સુલતાનપુરીમાં ન્યૂ યરની રાતે 20 વર્ષીય યુવતી અંજલિની સ્કૂટીને કારે ટક્કર મારી અને યુવતીને 12 કિલોમીટર સુધી ઢસડી. જેના કારણે પીડિતાનુ મોત થઈ ગયુ. આ કેસમાં પોલિસે પાંચ આરોપી અમિત ખન્ના, દીપક ખન્ના, મિથુન, કૃષ્ણા અને મનોજ મિત્તલની ધરપકડ કરી છે. આ પાંચમાંથી એક આરોપીના પરિવારનુ કહેવુ છે કે અમે ઈચ્છીએ છીએ કે અંજલિને ન્યાય મળે. પરિવારનુ કહેવુ છે કે કાયદા હેઠળ સજા મળવી જોઈએ.

આવુ કોઈની સાથે ન થવુ જોઈએઃ આરોપીનો ભાઈ

આવુ કોઈની સાથે ન થવુ જોઈએઃ આરોપીનો ભાઈ

આરોપી કૃષ્ણાના ભાઈ મુકેશનુ કહેવુ છે કે અંજલિ સાથે જે થયુ તે કોઈની સાથે ન થવુ જોઈએ, તેને ન્યાય મળવો જોઈએ. તેના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ. પરંતુ આ કેસની મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ. અમને પોલીસ તપાસ પર વિશ્વાસ છે અને અમે આશા રાખીએ છીએ કે તેમને કાયદા હેઠળ સજા કરવામાં આવશે. મુકેશે કહ્યુ કે આ ઘટના બાદ પરિવારનો એક પણ સભ્ય ઘરની બહાર નથી નીકળ્યો. અમે માત્ર ન્યૂઝ ચેનલો પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ. અમને ડર છે કે જો અમે કૃષ્ણાને મળવા પોલીસ સ્ટેશન જઈશુ તો લોકો અમારી સાથે હિંસક થઈ જશે.

આરોપીઓના પડોશીઓએ આ કહ્યુ

આરોપીઓના પડોશીઓએ આ કહ્યુ

આરોપી મિથુનના ઘરને તાળુ લાગેલુ છે પરંતુ પડોશીઓનુ કહેવુ છે કે આ ઘટનામાં મિથુનની સંડોવણીના કરવાવાળો માણસ છે. પાડોશમાં રહેતા વિજય કુમારે જણાવ્યુ કે મિથુનનો પરિવાર એક સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે ગામડે ગયો હતો. અમિત ખન્ના વિશે વાત કરીએ તો, તે સ્ટેટ બેંકમાં કામ કરે છે, તે તેની માતા અને મોટા ભાઈ સાથે રહે છે. તેના ઘરને પણ તાળુ લાગેલુ છે. એ જ બિલ્ડિંગમાં નીચે રહેતી રશ્મિએ જણાવ્યુ કે અમિત અને તેનો ભાઈ આ ઘરમાં રહે છે, જ્યારે માતા પંજાબમાં રહે છે. ગ્રામીણ સેવાની ગાડી ચલાવતા દીપક ખન્ના તેના ભાઈ સાથે મંગોલપુરીમાં રહે છે. પાડોશીઓનુ કહેવુ છે કે તેના પિતાનુ ઘણા વર્ષો પહેલા અવસાન થયુ છે. જ્યારે માતાનુ કોરોનામાં મૃત્યુ થયુ હતુ.

અંજલિની દોસ્તે કર્યો ખુલાસો

અંજલિની દોસ્તે કર્યો ખુલાસો

નોંધનીય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે અંજલિ તેની મિત્ર નિધિ સાથે હતી. ઘટના બાદ નિધિ ત્યાંથી જતી રહી હોવાનુ બહાર આવ્યુ હતુ પરંતુ આ ઘટના બાદ એક ટીવી ઈન્ટરવ્યુમાં નિધિએ કહ્યુ કે અંજલિ નશામાં હતી તો પણ તેણે ડ્રાઈવિંગ કરવાની જીદ કરી. તેણે કહ્યુ કે હોટલમાં આ બાબતે અમારી વચ્ચે ઝઘડો થયો હતો, જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. નિધિએ પોલીસને જણાવ્યુ કે અંજલિએ તેને ધમકી આપી હતી કે જો તે તેને સ્કૂટર ચલાવવા માટે નહીં આપે તો તે સ્કૂટી પરથી કૂદી જશે.

English summary
Kanjhawala Case: Victim Anjali should get justice says accused family member.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X