• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ તસવીરો: પતિ-પત્ની ઔર વો..ની એકમાત્ર કહાણી નથી જ્યોતિ કેસ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 30 જુલાઇ: કાનપુર, કરોડપતિ પત્ની, કાર અને હત્યાનો કોયડો ઉકેલાઇ ગયો છે. કાનપુરના અરબપતિ બિસ્કિટ વેપારીની પત્ની જ્યોતિની હત્યા તેના પતિ પીયૂષ શ્યામદેવાનીએ જ કરી હતી. પોલીસે પ્રાપ્ત જાણકારી અનુસાર રવિવારે થયેલા હત્યા કેસમાં પતિએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. કહેવામાં આવે છે કે જ્યોતિના પતિ પીયૂષના ઘણી છોકરીઓ સાથે અવૈધ સંબંધ હતા અને તેના લીધે જ્યોતિની હત્યા કરવામાં આવી. કેસને વર્કઆઉટ કરતાં પોલીસે જણાવ્યું કે હત્યાના દિવસે પિયૂષ અને તેમની કથિત પ્રેમિકાની વચ્ચે 150 મેસેજ કરવામાં આવ્યા હતા.

આ કડીને આધાર બનાવીને પોલીસે જ્યારે પીયૂષ અને તેમની પ્રેમિકાને સામ-સામે બેસાડીને પૂછપરછ કરી તો પીયૂષ તૂટી ગયો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો. પીયૂષ પર સૌથી પહેલાં શક ત્યારે થયો જ્યારે તે ખુલાસો થયો કે ઘટનાના સમયે અને પોસ્ટમોર્ટમના સમયે તેને અલગ-અલગ ટી-શર્ટ પહેરી હતી. પોલીસને એક રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા જેમાં પીયૂષ પોતાની પત્ની સાથે જમવા બેસ્યો હતો, પરંતુ બંને વચ્ચે બિલકુલ વાત થઇ રહી ન હતી પરંતુ પીયૂષ ફોન પર સતત વાત કરી રહ્યો હતો.

જવા દો આ તો કાનપુરની એક દર્દનાક કહાણી છે પરંતુ આ ઉપરાંત ઘણા એવા કેસ છે જેના વિશે જાણ્યા બાદ તમારા હોશ ઉડી જશે. ચાલો આજે તે દર્દનાક કહાણીઓ વિશે જાણીએ જેમાં જીવનની રક્ષા કરનારે જ મોતના ઘાટ ઉતારી દિધા. તસવીરોના માધ્યમથી જુઓ કાળજું કંપાવી દેવાનર ઘટનાઓ:

નૈના સહાની હત્યાકાંડ (તંદૂર કાંડ)

નૈના સહાની હત્યાકાંડ (તંદૂર કાંડ)

1995માં થયેલ ચર્ચિત નૈના સહાની મર્ડર કેસ, જ્યારે સુશીલે પોતાની પત્નીની હત્યા કરી તંદૂરમાં લાશ સળગાવી દિધી હતી. સુશીલ શર્માએ પુરાવાનો નાશ કરવા માટે નૈના સહાનીની લાશને મોટા ચાકુ વડે કેટલાક ટુકડા કરીને તંદૂરમાં નાખી દિધા હતા. એટલું જ નહી જ્યારે લાશના ટુકડા સળગ્યા નહી તો તેને તંદૂરમાં માખણ નાખીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પત્નીની લાશના 72 ટુકડા કરી ફ્રિજરમાં રાખ્યા

પત્નીની લાશના 72 ટુકડા કરી ફ્રિજરમાં રાખ્યા

દિલ્હીના એક સોફ્ટવેર એન્જીનિયર દ્વારા દેહરાદુનમાં પોતાની પત્નીની નિર્દયતાથી હત્યા કરવાનો એક સનસનીખેજ કેસ સામે આવ્યો હતો. કેસ 2010નો છે. 38 વર્ષીય આરોપી હત્યારા પતિએ પોતાની પત્નીની હત્યા કરી નિર્દયતાપૂર્વક તેના 72 ટુકડા કરી દિધા અને લાશને ઘરના ફ્રીજરમાં મુકી દિધી. રાજેશ ગુલાટી નામના આ વ્યક્તિએ સતત 57 દિવસો સુધી પોતાની પત્ની અનુપમાની લાશને ઘરના ફ્રીજરમાં રાખી અને નાના ટુકડા કરીને જંગલમાં ફેંકતો રહ્યો.

ગે પતિએ પત્નીની કરી હત્યા, પછી ભઠ્ઠીમાં હોમી દિધી લાશ

ગે પતિએ પત્નીની કરી હત્યા, પછી ભઠ્ઠીમાં હોમી દિધી લાશ

બ્રિટનમાં રહેનાર ભારતીય મૂળના એક બેંકરે ઘરવાળાથી પોતાના ગે હોવાની વાત છુપાવવા માટે પહેલાં લગ્ન કર્યા પછી થોડા મહિના બાદ વૈક્યૂમ ક્લીનરની પાઇપ વડે પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દિધી. આટલું જ નહી તેને પત્નીનું નામો નિશાન મિટાવવા માટે હત્યા બાદ તેને આગની ભઠ્ઠીમાં હોમી દિધી.

અઢી કરોડ માટે પત્નીની હત્યા

અઢી કરોડ માટે પત્નીની હત્યા

એક પતિએ અઢી કરોડના વીમાની રકમ માટે પોતાની પત્નીની હત્યા કરાવી દિધી. વેપારી પતિ પર આરોપ છે કે પહેલાં તેને પોતાની પત્નીનો અઢી કરોડનો વિમો કરાવ્યો અને પછી વીમાની રકમ પ્રાપ્ત કરવા માટે પત્નીની હત્યા કરાવી દિધી. હત્યાની ઘટનાને એ પ્રકારે અંજામ આપવામાં આવ્યું કે જેમ કે લૂંટ માટે હત્યા કરવામાં આવી હોય, પરંતુ હત્યારા પતિના કતલના કાવતરાનો પર્દાફાશ થઇ ગયો. પતિનું નામ પ્રવીણ ભંડારી છે. કેસ 2010નો છે.

English summary
Atrocities on the female section of the society seem to have no end as every single day they become a victim to crimes like rape, murder, molestation and physical assault among others. Here are some examples.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more