For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ ડિપ્લોમેસી: જ્યારે મેલબોર્નમાં કેપ્ટન મોદીની સાથે હશે કપિલ દેવ અને ગાવસ્કર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 દિવસના પ્રવાસ પર છે અને તેમાં લગભગ પાંચ દિવસ તે ઓસ્ટ્રેલિયામાં હશે. નરેન્દ્ર મોદી આ અવસર પર પહેલીવાર બે મહાન ભારતીય ક્રિકેટરોને પોતાની સાથે લઇ જઇ રહ્યાં છે.

આ છે 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમના બે ધુરંધર, કેપ્ટન કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર. આને નરેન્દ્ર મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી કહેવામાં આવી રહી છે અને આ ટીમના કેપ્ટન છે નરેન્દ્ર મોદી. આ મોદીની તે નવી ટીમ છે જેને લઇને નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા પહોંચી રહ્યાં છે અને ઇરાદા તે જ છે, વિશ્વ વિજેતા બનવાના અને દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનતાં જ વિદેશ વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે વિદેશ પ્રવાસ પર ગંભીર કરાર અને બેઠક તો હશે જ પરંતુ સામાન્ય લોકો માટે આવા પ્રવાસ પર રંગીન અવસરો પણ હોય. ઓસ્ટ્રેલિયાનો વારો આવ્યો તો ક્રિકેટના દિવાના બંને દેશો માટે મોદીએ પોતે બંને ક્રિકેટરોને ફોન પર આમંત્રણ આપ્યું. કપિલ દેવ અને સુનિલ ગાવસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સિડનીના આ ગ્રાઉંડ પર જ નહી કેનબરા અને દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે મેલબોર્નમાં પણ મોદીની સાથે હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજીના પ્રવાસ પર છે. મ્યાંમારમાં આસિયાનની બેઠકમાં ભાગ લીધા બાદ તે 15-16 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં જી-20 સમૂહની બે દિવસની બેઠકમાં ભાગ લેશે. આવા ગંભીર અવસર પર સામાન્ય લોકો સાથે જોડાવવું હોય તો ક્રિકેટથી સારું શું થઇ શકે. તે પણ ભારત અને ઓસ્ટ્રેલિયા માટે જેમના માટે ક્રિકેટ કોઇ ધર્મથી ઓછી નથી.

kapil-sunil

ઓસ્ટ્રેલિયા પણ ક્રિકેટના દિવાના છે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબૉટ પણ. એવામાં એબૉટે પણ ઓસ્ટ્રેલિયાની શાન ગણવામાં આવતાં મેલબોર્ન સ્ટેડિયમને પસંદ કર્યું છે નરેન્દ્ર મોદી અને તેમની નવી ટીમના સ્વાગત માટે. 1 હજારથી વધુ લોકો હાઇ પ્રોફાઇલ મેહમાન મોદીની સાથે ક્રિકેટના આ સૌથી મોટા મેદાન પર ડિનર કરશે.

ક્રિકેટરના આ પાત્રોને મોદીએ કેમ પસંદ કરવામાં આવ્યા છે તે અંગે નરેન્દ્ર મોદીના પાંચ દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસના પળપળની અપડેટ આપવા માટે તૈયાર કરવામાં આવેલી વેબસાઇટ પર નોંધાયેલ છે.

નરેન્દ્ર મોદી પોતે લખ્યું છે કે ''ભારત અને ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ માટે સરખી દિવાનગી છે. હું વડાપ્રધાન ટોની એબોટનો આભાર વ્યક્ત કરું છું કે તે પોતે મારું સ્વાગત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉંડમાં કરી રહ્યાં છે.

જો બધુ બરાબર રહ્યું હોત તો મેલબોર્નના મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ડિનર જ નહી પણ મોદીની ટીમ, ઓસ્ટ્રેલિયાઇ ટીમ સાથે મેચ રમી રહી હોત, એ પણ નરેન્દ્ર મોદીની હાજરીમાં. બે પહેલાં જ બંને દેશોના વિદેશ મંત્રાલય બંને દેશોના ક્રિકેટ બોર્ડો પાસે આ ભલામણ કરી ચૂક્યા હતા.

પરંતુ નરેન્દ્ર મોદી સમયને અવસરમં બદલવાનું જાણે છે અને ક્રિકેટને વિદેશ નીતિ જેવા ગંભીર મુદ્દાઓને કારગર હથિયાર બનાવવાનું પણ. બંને દેશોની ક્રિકેટ હવે મેદાનથી બહાર પણ નવી મંજીલની શોધી રહ્યાં છે અને મોદી તેને સમજી ચૂક્યાં છે.

ત્યારે અને હવે
1945માં પહેલીવાર ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ સીરિજ થઇ હતી અને પછી આઝાદી મળ્યા બાદ વર્ષ 1947-48માં. તે સીરીઝમાં ભારત 4-0થી ખરાબ રીતે હારી ગયું. તમે આશ્વર્યમાં પડી જશો એ જાણીને કે તે હાર બાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને 20 વર્ષ સુધી ફક્ત એટલા માટે ન બોલાવ્યું કારણ કે ટિકીટ વહેંચાતી ન હતી. પરંતુ હવે નરેન્દ્ર મોદી જ્યારે ઓસ્ટ્રેલિયામાં વિશ્વ વિજેતા ભારતના ક્રિકેટરો કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરને લઇને પહોંચી રહ્યાં છે.

આ સંદેશ સાથે કે સમય બદલાઇ ચૂક્યો છે અને ક્રિકેટ બંને દેશો વચ્ચે સંબંધોનું નવું સંગીત બની શકે છે જેના પર બજાર પણ નાચશે, અને વેપાર તથા પ્રેમ આકાશને આંબશે.

English summary
Indian cricket legends Kapil Dev and Sunil Gavaskar have been invited by Prime Minister Narendra Modi to be part of the official delegation for the Australia tour in mid-November.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X