For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અને ગુજરાત અંગે બોલતા પહેલા કપિલ 'હોમવર્ક' કરે: ભાજપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 નવેમ્બર: ભાજપે કેન્દ્રીય કાનૂન મંત્રી કપિલ સિબ્બલના એ આરોપને ખોટો ગણાવ્યો કે ગુજરાત દેશનું સૌથી દેવાદાર રાજ્ય છે. ભાજપે જણાવ્યું કે કોંગ્રેસે નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોને મિથ્યા સાબિત કરવાના પ્રયાસમાં તેમના પર પાયાવિહોણા આરોપ લગાવવા બંધ કરવા જોઇએ.

મુખ્ય વિપક્ષી પાર્ટીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે 'સિબ્બલે જે આંકડાઓ આપ્યા છે તેની પર તેઓ પોતે વિશ્વાસ નહીં મૂકી શક્યા હોય. તેમણે આંકડાઓને ખૂબ જ ફંફોસ્યા હશે પરંતુ મિથ્ય તથ્યો જ સામે આવ્યા છે. તેઓ ગુજરાત અને નરેન્દ્ર મોદી અર્થવિહોણા આરોપ લગાવી રહ્યા છે.'

કાનૂનમંત્રીએ આજે નરેન્દ્ર મોદીના વિકાસના દાવાઓની પોલ ખોલવાનો પ્રયાસ કરતા કહ્યું કે ગુજરાત મોડેલને લઇને જે વધારી ચઢાવીને વાત કરવામાં આવી રહી છે, તે પાયાવિહોણી વાતો છે. સિબ્બલે અત્રે 32 પેજનો એક દસ્તાવેજ જારી કર્યો. જેમાં વિભિન્ન પ્રતિમાઓ પર ગુજરાતના પ્રદર્શન અંગે આંકડાઓ આપવામાં આવ્યા છે, અને તેના આધાર પર તેમણે જણાવ્યું છે કે મોદીનું રાજ્ય ભારતનું સૌથી વધારે દેવાદાર રાજ્ય છે.

prakash javadekar
જાવડેકરે જણાવ્યું કે ગુજરાતના વિકાસ પર ખોખલા આરોપ લગાવતા પહેલા સિબ્બલે પોતાનું 'હોમવર્ક' સારી રીતે કરી લેવું જોઇતું હતું. તેમણે જણાવ્યું કે 'દેશભરમાં મોદીને જે જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે, તેનાથી કોંગ્રેસની હતાશા અને નિરાશાને અમે સમજી શકીએ છીએ. પરંતુ આવા આરોપ લગવા પહેલા સિબ્બલને એ જણાવવું જોઇએ કે કયું કોંગ્રેસ શાસિત રાજ્ય 24 કલાક વીજળીની ઉપલબ્ધ કરાવી રહ્યું છે, અથવા તો કયા રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં ઘરેલુ ઉપ્તાદન 8 ટકા કરતા વધારે રહ્યો છે. '

ભાજપ પ્રવક્તાએ દાવો કર્યો કે ગુજરાતનું દેવું તેનું તેના ઘરેલું ઉત્પાદનના માત્ર 14 ટકા જ છે. તેમણે જમાણ્યું કે આ ઉપરાંત ત્યાં પ્રતિ 1000 વ્યક્તિ પર માત્ર સાત જ બેરોજગાર છે. રાજ્યમાં કૃષિનો વિકાસ દર દસ વર્ષથી 10 ટકા કરતા વધારે છે.

English summary
BJP today dismissed Law Minister Kapil Sibal's charge that Gujarat is the most indebted state, saying development figures of the past decade prove otherwise and asked the Congress to stop making baseless allegations against the Narendra Modi dispensation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X