ગુપકર ગઠબંધન વિશે અમિત શાહના નિવેદન પર કપિલ સિબ્બલનો પલટવાર
નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલે ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ કાશ્મીરમાં બનેલ ગુપકર ગઠબંધનને 'ગેંગ' કહેવા માટે હવે તેમના પર પલટવાર કર્યો છે. કપિલ સિબ્બલે ટ્વિટ કરીને કહ્યુ છે કે જો પીડીપી સાથે કોઈ ગઠબંધન કરવી ગેંગમાં શામેલ થવુ હોય તો તમે જણાવો કે તમે કઈ ગેંગમાં હતા. સિબ્બલે ભાજપ અને પીડીપીની જમ્મુ કાશ્મીરમાં રહેલી ગઠબંધનની સરકાર વિશે અમિત શાહને આ સવાલ કર્યો છે.

કપિલ સિબ્બલ શું બોલ્યા
કપિલ સિબ્બલે ટ્વિટ કરીને લખ્યુ, 'અમિત શાહનો આરોપ છે કે કોંગ્રેસ આગામી જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીમાં બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને જમ્મુ કાશ્મીરમાં આતંક અને અસ્થિરતાનો યુગ પાછો ળાવવા માંગે છે. અમિત શાહજી શું ભાજપે પીડીપી સાથે ગઠબંધન જમ્મુ કાશ્મીરમાં આતંક પાછો લાવવા માટે કર્યો હતો, તમે ત્યારે કઈ ગેંગમાં શામેલ હતા?'

અમિત શાહે શું કહ્યુ છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના પક્ષો સહિત છ પાર્ટીઓના ગુપકર ગઠબંધનને ગેંગ ગણાવીને કહ્યુ છે કે કોંગ્રેસ આ ગેંગમાં શામેલ થઈને જમ્મુ કાશ્મીરને આતંક અને બરબાદીના દોરમાં પાછી લઈ જવા માંગ છે. કલમ 370 હટાવવાથી દલિતો, મહિલાઓ અને આદિવાસીઓને તેમના અધિકાર મળ્યા છે. કોંગ્રેસ અને ગુપકર ગેંગ મળીને તેમના અધિકાર છીનવવા માંગે છે. આ જ કારણ છે કે દરેક જગ્યાએ લોકોએ તેમને નકારી દીધા છે. શાહે ટ્વિટર પર લખ્યુ, 'ગુપકર ગેંગ ગ્લોબલ રહી છે. તે ઈચ્છે છે કે વિદેશી સેના જમ્મુ કાશ્મીરમાં હસ્તક્ષેપ કરે. ગુપકર ગેંગ, ભારતના તિરંગાનુ પણ અપમાન કરે છે. શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગુપકર ગેંગની આવી ચાલોનુ સમર્થન કરે છે. આ વિશે તેમણે ભારતના લોકો સામે પોતાનુ વલણ સ્પષ્ટ કરવુ જોઈએ.'

શું છે ગુપકર ડિક્લેરેશન?
શ્રીનગરના ગુપકર રોડ પર નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાનુ ઘર છે. જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવાના એક દિવસ પહેલા 4 ઓગસ્ટ, 2019ના રોજ આઠ સ્થાનિક પક્ષોએ અહીં બેઠક કરી હતી. જેને ગુપકર ડિક્લેરેશન કહેવામાં આવ્યુ છે. ગુપકર ડિક્લેરેશનમાં કલમ 370 અને 35એને રદ કરવા સાથે જમ્મુ કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો માંગવવામાં આવ્યો છે. ફારુખ અબ્દુલ્લાનો આના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મહેબૂબા મુફ્તી આના ઉપાધ્યક્ષ છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી(સીપીએમ)ના નેતા યુસૂફ તારિગામી આના સંયોજક અને પીપલ્સ કૉન્ફરન્સના સજ્જાદ લોન પ્રવકતા છે.
US મહાવાણિજ્ય દૂતાવાસ મનાવી રહ્યુ ઈન્ટરનેશનલ એજ્યુકેશન વીક