For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધીનો ફોટો ZOOM કરીને શું જોવા માંગે છે ધારસભ્ય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 11 ડિસેમ્બર: કર્ણાટકના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં શરમજનક કરતૂતો ચાલુ છે. બે વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ધારાસભ્ય કર્ણાટક વિધાનસભામાં મોબાઇલ પર પોર્ન જોતાં પકડાઇ ગયા હતા. આ અમર્યાદિત ઘટનાથી જ્યાં વિધાનસભાની ગરિમાને ઠેસ પહોંચી હતી તો બીજી તરફ પાર્ટી અને ધારાસભ્યોની આકરી ટીક થઇ હતી. પરંતુ જો આ બધી બાબતોને નજરઅંદાજ કરતાં બુધવારે ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા વિધાનસભામાં બેસીને સ્માર્ટ ફોન પર પ્રિયંકા ગાંધીનો ફોટો આપત્તિજનક રીતે જોતાં કેમેરામાં કેદ થઇ ગયા.

priyanka-gandhi

જી હાં ઉત્તરી કર્ણાટકના બિદાર જિલ્લામાં ઔરાદ ટાઉનનું પ્રતિનિધિત્વ કરનાર પ્રભુ ચવન વિધાનસભામાં બેસીને પ્રિયંકા ગાંધીનો ફોટો જૂન કરીને જોઇ રહ્યાં છે, ત્યારે એક ટીવી ન્યૂઝ ચેનલના કેમેરામાં તેમને આમ કરતાં ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે ભાજપના ધારાસભ્યએ પછી પોતાની આ હરકત માટે માફી માંગી લીધી. પ્રભુ ચવને સ્પષ્ટતા રજૂ કરતાં કહ્યું કે હું આપત્તિજનક રીતે પ્રિયંકા ગાંધીનો ફોટો જોઇ રહ્યો ન હતો પરંતુ ફોટા નીચે લખેલા સ્લોગનને વાંચવા માટે ફોટો જૂમ કર્યો હતો.

જે સૌથી મહત્વ વાત એ છે કે પ્રભુ ચવને વિધાનસભાના સત્ર દરમિયાન મોબાઇલ ફોન ઉપયોગ કરવાની વાત સ્વિકારી લીધી. આ વિધાનસભા સત્ર દરમિયાન ભાજપના એક અન્ય ધારાસભ્ય કેંડીક્રશ રમતાં જોવા મળ્યા. કોંગ્રેસે આ ઘટનાની આકરી પ્રતિક્રિયા આપી છે. પાર્ટી નેતા શહજાદ પૂનાવાલાએ આ હરકતને અશ્લીલ ગણાવતાં કાર્યવાહીની માંગ કરી છે. તો બીજી તરફ ભાજપના નેતા જગદીશ શેટ્ટારે કહ્યું કે મને કહેવામાં આવ્યું છે કે આ કંઇપણ અશ્લીલ નથી.

પ્રભુ ચવને પોતાના પરિવારજનોને તસવીરો જોઇ રહ્યાં હતા. જો કે મારી પાર્ટી સદનની અંદર મોબાઇલ પર સંપૂર્ણપણે બેન કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સદાનંદ ગૌડાના મુખ્યમંત્રીકાળમાં બેંગલૂરૂમાં વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ભાજપના ત્રણ મંત્રી પોતાના ફોન પર અશ્લીલ વીડિયો જોતાં પકડાઇ ગયા હતા. પછી તેમને પદ છોડવું પડ્યું હતું.

English summary
In an embarrassment to the BJP, which sits in Opposition in Karnataka, a party MLA courted controversy as he purportedly watched the zoomed in photo of Priyanka Gandhi on his mobile phone inside the Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X