For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેમિનિઝમ પર બોલીને ફસાઈ કરીના કપૂર, યુઝર્સે શીખવાડી પરિભાષા

ફેમિનિઝમ વિશે પોતાના નિવેદન પર બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. હાલમાં જ પોતાની આવનારી ફિલ્મ ‘વીરે દી વેડિંગ' ના મ્યુઝિક લોન્ચમાં તેણે ફેમિનિઝમ વિશે મોટુ નિવેદન આપ્યુ.

|
Google Oneindia Gujarati News

ફેમિનિઝમ વિશે પોતાના નિવેદન પર બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. હાલમાં જ પોતાની આવનારી ફિલ્મ 'વીરે દી વેડિંગ' ના મ્યુઝિક લોન્ચમાં તેણે ફેમિનિઝમ વિશે મોટુ નિવેદન આપ્યુ. તેણે ક્હ્યુ કે તે સમાનતામાં વિશ્વાસ રાખે છે પરંતુ પોતાને ફેમિનિસ્ટ નથી માનતી. બસ પછી શું, ટવિટર યુઝર્સે ફેમિનિઝમની પરિભાષા સમજાવવામાં બિલકુલ વાર ન લગાડી. જુઓ કેવી રીતે ટ્વિટર યુઝર્સે શીખવાડી કરીનાને ફેમિનિઝમની ડેફીનેશન.

‘વીરે દી વેડિંગ’ ના મ્યુઝિક લોન્ચ પર આપ્યુ નિવેદન

‘વીરે દી વેડિંગ’ ના મ્યુઝિક લોન્ચ પર આપ્યુ નિવેદન

કરીના કપૂર ખાન બહુ જલ્દી ફિલ્મ ‘વીરે દી વેડિંગ' માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયા છે. હાલમાં જ આ ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યુ જેમાં આખી સ્ટારકાસ્ટ હાજર હતી. આ પ્રસંગે પર એક જર્નાલિસ્ટે કરીનાને પૂછ્યુ કે તે ફેમિનિસ્ટ છે કે નહિ. આના પર કરીનાએ જે જવાબ આપ્યો તેનાથી સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા ગુસ્સામાં છે. કરીનાએ કહ્યુ, "હું સમાનતામાં વિશ્વાસ રાખુ છુ પરંતુ હું ફેમિનિસ્ટ નથી."

“હું સમાનતામાં વિશ્વાસ રાખુ છુ પરંતુ ફેમિનિસ્ટ નથી”

“હું સમાનતામાં વિશ્વાસ રાખુ છુ પરંતુ ફેમિનિસ્ટ નથી”

કરીનાએ આગળ કહ્યુ, "હું કહીશ કે હું એક મહિલા છુ અને સૌથી પહેલા એક માણસ. મને જેટલો કરીના કપૂરના નામથી ઓળખાવાનો ગર્વ થાય છે. એટલો જ ગર્વ મને સૈફ અલી ખાનની પત્નીના નામથી ઓળખાવા પર પણ થાય છે. હું આવી જ છું." કરીનાના આ જવાબથી લોકોનું નારાજ થવુ વાજબી હતુ કારણકે ફેમિનિઝમની પરિભાષા જ હોય છે સમાનતામાં વિશ્વાસ રાખવો. ફેમિનિસ્ટનો મતલબ છે એ વ્યક્તિ જે પુરુષ અને મહિલાને બરાબર માનતો હોય અને બંનેને સમાન અધિકાર મળવાની વાત કરતો હોય.

ટ્વિટર યુઝર્સે આ રીતે શીખવાડી અસલી પરિભાષા

ટ્વિટર યુઝર્સે આ રીતે શીખવાડી અસલી પરિભાષા

કરીનાના જવાબથી સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા ગુસ્સામાં છે. યુઝર્સે લખ્યુ કે કરીનાને ફેમિનિઝમ પર બોલતા પહેલા એક વાર તેની પરિભાષા જાણી લેવી જોઈએ. ઘણા યુઝર્સે તો લખ્યુ કે કરીના જેવી મહિલાઓ, જેને જોઈને લોકો પ્રેરિત થાય છે તેમણે જાણ્યા વગર આવા નિવેદનો ન આપવા જોઈએ. જો કે કરીના એકમાત્ર એવી અભિનેત્રી નથી જે ફેમિનિઝમને જાણ્યા વિના નિવેદન આપી ચૂકી છે. આ પહેલા માધુરી દીક્ષિત, કેટરીના કૈફ, લીઝા હેડન અને પરીણિતી ચોપડા પણ એમ કહી ચૂકી છે કે તે ફેમિનિસ્ટ નથી. જુઓ કરીનાના જવાબ પર સોશિયલ મીડિયાનું રિએક્શન-

English summary
kareena kapoor khan says she is not feminist veere di wedding social media users teaches
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X