For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારગિલ વિજય દિવસ: આ યુદ્ધને નજરે જોનાર સૌનિકોની તસવીરો.

|
Google Oneindia Gujarati News

કારગિલ યુદ્ધ ને આજે 17 વર્ષ પૂરા થઇ ગયા છે. અને સમગ્ર દેશ આજે આ યુદ્ધમાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાજંલિ અર્પી રહ્યા છે. નોંધનીય છે કે દર વર્ષે આ દિવસને "વિજય દિવસ"ના નામથી ઉજવવામાં આવે છે. કારણ કે આ યુદ્ધને ઓપરેશન વિજય નામે પાર પાડવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજય દિવસ નિમિત્તે શહીદોનો બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાજંલિ અર્પી હતી.

કારગિલ યુદ્ધ: એક રાતમાં બની હતી 'ધ ગ્રેટ વૉલ ઓફ ઇન્ડિયા'કારગિલ યુદ્ધ: એક રાતમાં બની હતી 'ધ ગ્રેટ વૉલ ઓફ ઇન્ડિયા'

તો આજે સવારે દિલ્હી ખાતે અમર જવાન જ્યોત સમક્ષ રક્ષા મંત્રી મનોહર પાર્રિકર અને ત્રણેય સેનાદળોનો સર્વિસ ચીફે શહિદોને શ્રદ્ઘાજંલિ અર્પી હતી. સાથે જ સોશ્યલ મીડિયા પર આજ સવારથી જ મોટી સંખ્યામાં ભારતીયો જવાનોની આ શહીદીને શ્રદ્ધાજંલિ અર્પી રહ્યા છે. ત્યારે કારગિલ યુદ્ધને નજરે જોનાર લોકોની તસવીરો જુઓ અહીંં. અને સાથે જ જાણો આ રિયલ હિરોની રિયલ કહાની..

કારગિલની મશ્કોહ ઘાટી જ્યાં મુશર્રફે બનાવી હતી નાપાક રણનીતિ

મોદીએ આપી શ્રદ્ઘાજંલિ

આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાજંલિ આપતા કંઇક આ કહ્યું હતું.

મનોહર પાર્રિકર

તો દિલ્હીમાં અમર જવાન જ્યોત સમક્ષ રક્ષા મંત્રી અને સેનાના ત્રણેય વડાઓ શહિદોની શહાદતને સલામી આપી હતી.

LOC ના રીયલ સુનિલ શેટ્ટી, સંજય સિંહ

LOC ના રીયલ સુનિલ શેટ્ટી, સંજય સિંહ

જેપી દત્તાની ફિલ્મ એલઓસીમાં સુનિલ શેટ્ટી જે રિયલ સૈનિક સંજય સિંહનો રોલ ભજવ્યો હતો. તે છે આ સંજય સિંહ. જેમને તેમના અદમ્ય સાહસ માટે પરવીર ચક્રના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે વનઇન્ડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં કહ્યું કે કારગિલ દરમિયાન તેમણે પોતાની સામે પોતાના મિત્રોને શહિદ થતા જોયા છે.

જવાનોનો ઇલાજ

જવાનોનો ઇલાજ

નોંધનીય છે કે કારગિલ યુદ્ધમાં ભારતે પોતાના 500થી વધુ સૌનિકો ખોઇ દીધા હતા. ત્યારે આ દિવસે અનેક સૌનિકોની છાતીમાંથી આ ડોક્ટરે ગોળીઓ નીકાળીને કેટલાક સૌનિકોને જીવતદાત આપ્યું હતું. પોતાના અનુભવો વનઇન્ડિયા સાથે શેયર કરતા ડૉ અનિલ કહ્યું કે આવી સ્થિતીમાં પણ ધાયલ સૌનિકોએ કહેતા હતા કે "ડૉ. સાહેબ અમને જલ્દી ઠીક કરી દો, યુદ્ધ પર અમારા સાથીઓને અમારી જરૂર છે!"

કેપ્ટન વિજયંત થાપર

કેપ્ટન વિજયંત થાપર

કેપ્ટન વિજયંત થાપર, રાજપૂતાના રાઇફલ્સના કેપ્ટન વિજયંત થાપરે યુદ્ધ ભૂમિમાં શહીદી વહોરી હતી. તેમને પરવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મૃત્યુ પહેલા તેમણે એક પત્ર તેમના પરિવારને લખ્યો હતો. ત્યારે વિજયંત થાપર અને તેમના પિતાની આ તસવીર.

કેપ્ટન વિજયંત થાપરનો પત્ર

આ પત્રમાં વિજયંતે તેના પરિવારને કહ્યું હતું કે તમે જ્યાં સુધી આ પત્ર વાંચશો ત્યાં સુધી હું આ દુનિયામાં કદાચ નહીં રહું, મારી મૃત્યુ બાદ અનાથાલયમાં કેટલાક રૂપિયા દાન કરજો. અને રૂખસાનાને દર મહિને 50 રૂપિયા મોકલાવજો. રૂખસાના તે પાંચ વર્ષીય બાળકી હતી જેની જોડે કેપ્ટન વિજયંત હંમેશા રમતા હતા. અને તેમને આ બાળકીથી ખૂબ જ સ્નેહ હતો.

English summary
Indian army lost more than 500 soldiers in the Kargil conflict. See here the picture and story of this real heroes of Kargil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X