For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17,000 ફૂટની ઉંચાઇ પર તાજા થઇ કારગિલ યુદ્ધની યાદો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kargil-tiger-hill
ટાઇગર હિલથી ઋચા બાજપાઇ: ટાઇગર હિલ પર મિશન ફતેહ કારગિલ યુદ્ધના સમયે ભારતીય સેના માટે એક ગૌરવશાળી પળની માફક હતી. મને પણ તક મળી કે હું તે જગ્યા સુધી પહોંચીને તે ગૌરવને અનુભવી શકુ જેથી આપણે બધા આરામથી ઉંઘી શકો છો.

ઇન્ડિયા ગેટની થીમ પર બન્યું છે કારગિલ વૉર મેમોરિયલઇન્ડિયા ગેટની થીમ પર બન્યું છે કારગિલ વૉર મેમોરિયલ

વિક્રમ બત્રા અહીં થયા હતા શહીદ
ટાઇગર હિલની ઉંચાઇ 17,000 ફૂટથી વધુ છે. જે સમયે કારગિલ જંગની શરૂઆત થઇ તો આ રેંજ દ્રાસની સૌથી ઉંચી રેંજમાંથી એક હતી. બરફ અને ઉંચાઇની આડમાં પાકિસ્તાની આતંકવાદીઓએ પોતાના બંકર તૈયાર કરી રાખ્યા હતા જેનાથી સંતાઇને તે આપણા સૈનિકોને નિશાન બનાવતાં હતા અને તેમના લોકેશનનો પણ અંદાજો પણ લગાવી શકાતો ન હતો. શહીદ કેપ્ટન વિક્રમ બત્રા આ પહાડીઓમાં શહીદ થયા હતા. ટાઇગર હિલની ચોટીને બત્રા પોઇન્ટ નામ આપવામાં આવ્યું છે.

કારગિલ યુદ્ધ: એક રાતમાં બની હતી 'ધ ગ્રેટ વૉલ ઓફ ઇન્ડિયા'કારગિલ યુદ્ધ: એક રાતમાં બની હતી 'ધ ગ્રેટ વૉલ ઓફ ઇન્ડિયા'

30 કિલોનું વજન લઇને ચઢે છે સૈનિક
મને જો કે 17,00 ફૂટની ઉંચાઇ પર જવાની તક તો ન મળી, પરંતુ હું 14,500 ફૂટની ઉંચાઇ પર પહોંચી. આટલી ઉંચાઇઅ પર પહોંચ્યા પછી મને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઇ પરંતુ કદાચ તમને ખબર નહી હોય કે આપણા સૈનિકો 17,000થી પણ વધુ ફૂટની ઉંચાઇ પર ચઢે છે. ઠંડીમાં જ્યારે તમે અને આપણે પોતાના ઘરોમાં રજાઇ ઓઢીને બેસીએ છીએ, આપણા સૈનિકો આ ઉંચાઇ પર દેશની સુરક્ષામાં લાગેલા હોય છે.

આ વૉર મ્યૂઝિયમમાં આજે પણ જીવિત છે કારગિલ જંગઆ વૉર મ્યૂઝિયમમાં આજે પણ જીવિત છે કારગિલ જંગ

માના મોત પર પણ જવાન જતા નથી ઘરે
ઑક્ટોબર મહિનાથી આ આખા વિસ્તારમાં બરફવર્ષા શરૂ થાય છે અને આખો વિસ્તાર લગભગ આઠ મહિના સુધી દેશથી અલગ થઇ જાય છે. ના તો ફોન કામ કરે છે અને ના તો કોઇ ગાડી અહીંથી પસાર થાય છે. મોટાભાગે પોતાનાઓની યાદ આપણને બેચેન કરી દે છે પરંતુ આપણા સૈનિકનો ઉત્સાહ તો જુઓ આઠ મહિના સુધી કોઇપણ કોમ્યૂનિકેશન વિના પોતાનું કર્તવ્ય નિભાવે છે.

એટલી હદે કે બે જવાનો કે તે સમયે પણ પોતાના ઘરે જવાની અને ઘરે વાત કરવાની તક મળી ન હતી, જે સમયે તેમની માતાનું નિધન થઇ ગયું હતું. ભારત માતાની રક્ષા તેમના માટે સૌથી ઉપર છે અને એવામાં પોતાની દરેક તકલીફો અને પોતાના દરેક દર્દને કદાચ ટાઇગર હિલની આ ઉંચાઇમાં દફન કરી દે છે.

English summary
Tiger Hill one of the most important areas for India and Indian Army. Soldiers guarding the hills on the height of more than 17,000 feet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X