17,000 ફૂટની ઉંચાઇ પર તાજા થઇ કારગિલ યુદ્ધની યાદો
ઇન્ડિયા ગેટની થીમ પર બન્યું છે કારગિલ વૉર મેમોરિયલ
વિક્રમ બત્રા અહીં થયા હતા શહીદ
ટાઇગર હિલની ઉંચાઇ 17,000 ફૂટથી વધુ છે. જે સમયે કારગિલ જંગની શરૂઆત થઇ તો આ રેંજ દ્રાસની સૌથી ઉંચી રેંજમાંથી એક હતી. બરફ અને ઉંચાઇની આડમાં પાકિસ્તાની આતંકવાદીઓએ પોતાના બંકર તૈયાર કરી રાખ્યા હતા જેનાથી સંતાઇને તે આપણા સૈનિકોને નિશાન બનાવતાં હતા અને તેમના લોકેશનનો પણ અંદાજો પણ લગાવી શકાતો ન હતો. શહીદ કેપ્ટન વિક્રમ બત્રા આ પહાડીઓમાં શહીદ થયા હતા. ટાઇગર હિલની ચોટીને બત્રા પોઇન્ટ નામ આપવામાં આવ્યું છે.
કારગિલ યુદ્ધ: એક રાતમાં બની હતી 'ધ ગ્રેટ વૉલ ઓફ ઇન્ડિયા'
30 કિલોનું વજન લઇને ચઢે છે સૈનિક
મને જો કે 17,00 ફૂટની ઉંચાઇ પર જવાની તક તો ન મળી, પરંતુ હું 14,500 ફૂટની ઉંચાઇ પર પહોંચી. આટલી ઉંચાઇઅ પર પહોંચ્યા પછી મને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઇ પરંતુ કદાચ તમને ખબર નહી હોય કે આપણા સૈનિકો 17,000થી પણ વધુ ફૂટની ઉંચાઇ પર ચઢે છે. ઠંડીમાં જ્યારે તમે અને આપણે પોતાના ઘરોમાં રજાઇ ઓઢીને બેસીએ છીએ, આપણા સૈનિકો આ ઉંચાઇ પર દેશની સુરક્ષામાં લાગેલા હોય છે.
આ વૉર મ્યૂઝિયમમાં આજે પણ જીવિત છે કારગિલ જંગ
માના મોત પર પણ જવાન જતા નથી ઘરે
ઑક્ટોબર મહિનાથી આ આખા વિસ્તારમાં બરફવર્ષા શરૂ થાય છે અને આખો વિસ્તાર લગભગ આઠ મહિના સુધી દેશથી અલગ થઇ જાય છે. ના તો ફોન કામ કરે છે અને ના તો કોઇ ગાડી અહીંથી પસાર થાય છે. મોટાભાગે પોતાનાઓની યાદ આપણને બેચેન કરી દે છે પરંતુ આપણા સૈનિકનો ઉત્સાહ તો જુઓ આઠ મહિના સુધી કોઇપણ કોમ્યૂનિકેશન વિના પોતાનું કર્તવ્ય નિભાવે છે.
એટલી હદે કે બે જવાનો કે તે સમયે પણ પોતાના ઘરે જવાની અને ઘરે વાત કરવાની તક મળી ન હતી, જે સમયે તેમની માતાનું નિધન થઇ ગયું હતું. ભારત માતાની રક્ષા તેમના માટે સૌથી ઉપર છે અને એવામાં પોતાની દરેક તકલીફો અને પોતાના દરેક દર્દને કદાચ ટાઇગર હિલની આ ઉંચાઇમાં દફન કરી દે છે.