For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: રાજભવન બહાર જેડીએસ વિધાયક ધરણા પર બેઠા

કર્ણાટકમાં હવે રાજનીતિ ગરમાઈ ચુકી છે. ઈલેક્શન પહેલા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નહીં મળે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં હવે રાજનીતિ ગરમાઈ ચુકી છે. ઈલેક્શન પહેલા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નહીં મળે. 104 સીટો સાથે ભાજપા કર્ણાટકની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે, પરંતુ બહુમતથી દૂર છે. જયારે કોંગ્રેસ 78 અને જેડીએસ 38 સીટો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા માટે દાવો રજુ કરી રહી છે. કર્ણાટકમાં મંગળવારે રાજભવનમાં રાત સુધી હલચલ રહી. પરંતુ સરકાર કોણ બનાવશે તેના પર કોઈ જ નિર્ણય થયો નહી. તેવી હાલતમાં બધાની નજર રાજ્યપાલ પર હતી કે આખરે તેઓ કોને બોલાવે છે.

karnataka election

Newest First Oldest First
5:58 PM, 16 May

કર્ણાટકના રાજ્યપાલે વચન આપ્યું છે કે તેઓ સંવિધાન અનુસાર તેના પર વિચાર કરશે: કુમારસ્વામી
5:57 PM, 16 May

રાજ્યપાલ સાથે મુલાકાત પછી કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે બધા જ જરૂરી દસ્તાવેજો અને વિધાયકોની જરૂરી સંખ્યાની જાણકારી રાજ્યપાલને આપી દીધી છે.
5:24 PM, 16 May

વિધાયકો સાથે રાજ્યપાલને મળવા પહોંચ્યા કુમારસ્વામી
3:56 PM, 16 May

કર્ણાટકના રાજ્યપાલ સાથે આજે સાંજે 5 વાગ્યે જેડીએસ અને કોંગ્રેસ વિધાયક મુલાકાત કરશે
3:55 PM, 16 May

જો ગવર્નરે સરકાર બનાવવા માટે આમંત્રણ નહીં આપ્યું તો રાજભવન સામે ધરણા આપીશુ: જેડીએસ અને કોંગ્રેસ વિધાયક
3:54 PM, 16 May

અમને હજુ સુધી રાજ્યપાલ તરફથી કોઈ પણ મેસેજ મળ્યો નથી: ગુલામ નબી આઝાદ
3:53 PM, 16 May

12 વાગ્યાથી અમે પત્ર સબમિટ કરવા માટે સમય ગવર્નર પાસે સમય માંગી રહ્યા છે: ગુલામ નબી આઝાદ
2:19 PM, 16 May

કોંગ્રેસના બધા 78 વિધાયકો એક સાથે છે: ડીકે શિવકુમાર
12:58 PM, 16 May

કર્ણાટકની જનતાએ ભાજપની અશ્વમેઘ યાત્રા રોકવા માટે જનાદેશ આપ્યો છે: કુમારસ્વામી
12:57 PM, 16 May

ભાજપની અશ્વમેઘ યાત્રા ઉત્તરથી શરૂ થયી અને કર્ણાટકમાં અમે તેને રોકી દીધી: કુમારસ્વામી
12:57 PM, 16 May

મારા પિતાના કરિયર પર કાળો દાગ લાગ્યો જયારે હું વર્ષ 2004 અને 2005 દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યો ગયો. હવે ભગવાને મને તે દાગ સાફ કરવાનો મોકો આપ્યો છે, એટલા માટે કોંગ્રેસ સાથે જઈ રહ્યો છું: કુમારસ્વામી
12:42 PM, 16 May

વિધાયકો ખરીદવા માટે ભાજપ બ્લેક મની વાપરી રહી છે: કુમારસ્વામી
12:41 PM, 16 May

આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે, હવે ઈન્ક્મ ટેક્સ ઓફિસર ક્યાં છે: કુમારસ્વામી
12:41 PM, 16 May

કુમારસ્વામીએ જણાવ્યું કે ભાજપા તેમના વિધાયકને ખરીદવા માટે 100 કરોડ રૂપિયા ઓફર કરી રહી છે.
12:26 PM, 16 May

જેડીએસ બેઠક પુરી, કુમારસ્વામી વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા
12:19 PM, 16 May

મેં સરકાર બનાવવા માટે ગવર્નરને પત્ર આપી દીધો છે: યેદુરપ્પા
12:18 PM, 16 May

બેંગ્લોર પાર્ટી ઓફિસમાં કોંગ્રેસ બેઠકમાં 78 વિધાયકોમાંથી ફક્ત 66 વિધાયક આવ્યા.
11:47 AM, 16 May

કોંગ્રેસ જે રીતે જેડીએસ સાથે ગઠબંધન કરી રહી છે તેનાથી તેમના કેટલાક વિધાયકો ખુશ નથી: પ્રકાશ જાવડેકર
11:45 AM, 16 May

કોંગ્રેસના વિધાયકો તૂટવાની ખબર ખોટી છે, અમે બધા સાથે છે. એટલું જ નહીં પરંતુ ભાજપના 6 વિધાયકો અમારા સંપર્કમાં છે: એમબી પાટીલ, કોંગ્રેસ વિધાયક
11:16 AM, 16 May

કાલે મુખ્યમંત્રીની શપથ લઇ શકે છે યેદુરપ્પા: સૂત્રો
11:15 AM, 16 May

સૂત્રો અનુસાર કર્ણાટકમાં ભાજપા સરકાર બનશે
11:15 AM, 16 May

રાજભવન પહોંચીને રાજ્યપાલને મળ્યા ભાજપા સીએમ ઉમેદવાર યેદુરપ્પા
11:14 AM, 16 May

અમે પહેલા જ કોંગ્રેસ સાથે રહેવાનો નિર્ણય લઇ ચુક્યા છે, તેને બદલવાનો કોઈ સવાલ જ નથી: કુમારસ્વામી
10:43 AM, 16 May

અમને વિશ્વાસ છે કે અમે જેડીએસ સાથે મળીને સરકાર બનાવીશુ: સિદ્ધરામૈયા
10:43 AM, 16 May

કોંગ્રેસના બધા જ વિધાયકો એક સાથે છે કોઈ ક્યાંય નથી ગયું: સિદ્ધરામૈયા
10:42 AM, 16 May

બેંગ્લોર પહોંચ્યા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, ધર્મેન્દ્ર પ્રધાન અને જેપી નડ્ડા
10:39 AM, 16 May

જેડીએસ ને પોતાના વિધાયકો પર પૂરો ભરોષો છો તેઓ ક્યાંય પણ નહીં જાય: ગુલામ નબી આઝાદ
10:39 AM, 16 May

ભાજપા અમારા વિધાયકોને ફોન કરી રહી છે: સવર્ણ, જેડીએસ

English summary
Karnataka assembly election results 2018 live updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X