For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપથી પોતાના ધારાસભ્યોને બચાવવામા લાગી કોંગ્રેસ, પ્લાન તૈયાર

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપે સૌથી વધુ સીટો જીતી તેમછતાં તે સત્તાથી દૂર છે. જ્યારે રાજ્યમાં સરકાર બનાવવા માટે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપે સૌથી વધુ સીટો જીતી તેમછતાં તે સત્તાથી દૂર છે. જ્યારે રાજ્યમાં સરકાર બનાવવા માટે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાની જાહેરાત કરીને ભાજપને રોકવાની કોશિશ કરી. જો કે હજુ પણ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ દ્વારા કોઈને આમંત્રિત કરવામાં આવ્યા નથી.

ભાજપની પહોંચથી દૂર

ભાજપની પહોંચથી દૂર

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને મંગળવારે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ તેમણે મનાઈ કરી દીધી હતી. વળી, રાજકીય ઉલટપલટ વચ્ચે કોંગ્રેસે એક બેઠક બોલાવી હતી અને તેમાં કર્ણાટકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. વળી, કોંગ્રેસ પોતાના સાંસદોને એકસાથે રાખવાની પણ પૂરી કોશિશ કરી રહ્યુ છે જેથી તેમને ભાજપની પહોંચથી દૂર રાખી શકાય.

કોંગ્રેસના સાંસદોને ઈગલટન રિસોર્ટ મોકલાશે

કોંગ્રેસના સાંસદોને ઈગલટન રિસોર્ટ મોકલાશે

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના સાંસદોને હવે ઈગલટન રિસોર્ટ મોકલવામાં આવી શકે છે. આ એ જ ઈગલટન રિસોર્ટ છે જ્યાં ગુજરાતમા રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસના સાંસદોને રાખવામાં આવ્યા હતા.

ડીકે શિવકુમારને અપાઈ જવાબદારી

ડીકે શિવકુમારને અપાઈ જવાબદારી

તે વખતે ગુજરાત કોંગ્રેસના સાંસદોને રાખવાની પૂરી જવાબદારી કર્ણાટકના વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે સંભાળી હતી. હવે ભાજપની પહોંચથી દૂર રાખવા માટે કોંગ્રેસ સાંસદોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની જવાબદારી ફરીથી એકવાર શિવકુમારને આપવામાં આવી છે.

આજે સવારે કોંગ્રેસ સાંસદોની બેઠક બોલાવાઈ

આજે સવારે કોંગ્રેસ સાંસદોની બેઠક બોલાવાઈ

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદોની એક બેઠક આજે સવારે બોલાવવામાં આવી હતી. જેમાં સદનના નેતા અને ડેપ્યુટી સીએમના નામ અંગે ચર્ચા થવાની હતી. વળી, આ ચૂંટણી પહેલા જેડીએસને કિંગમેકર કહેવામાં આવી રહ્યા હતા પરંતુ હવે જેડીએસ કિંગ બનવા જઈ રહી છે. જેડીએસ ભલે ત્રીજા નંબરનો પક્ષ હોય પરંતુ કોંગ્રેસે ખુલ્લી ઓફર આપીને એક મોટો દાવ ખેલ્યો છે.

English summary
karnataka assembly elections 2018 cong mlas expected be taken to eagleton resort
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X