For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Floor Test: કુમારસ્વામી બોલ્યા કે સોમવારે શપથ લઇશ

કર્ણાટકમાં સત્તાના સમીકરણ બદલાઈ રહ્યા છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા યેદિયુરપ્પા સરકારને બહુમત સાબિત કરવા માટે કાલે સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં સત્તાના સમીકરણ બદલાઈ રહ્યા છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા યેદિયુરપ્પા સરકારને બહુમત સાબિત કરવા માટે કાલે સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા આપવામાં આવેલા આદેશને એક તરફ ભાજપ ઘ્વારા ન્યાય માટેની જીત ગણાવી છે, તો બીજી બાજુ યેદિયુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ બહુમત પરીક્ષણ પાસ કરી લેશે. હાલમાં બધાની નજર કાલે થનાર ફ્લોર ટેસ્ટ પર લાગેલી છે. આખરે જોવાનું છે કે કર્ણાટકની સત્તા કોના હાથમાં આવશે.

karnataka floor test

સુપ્રીમકોર્ટ આદેશ પછી કર્ણાટક રાજનીતિ પારો ગરમાઈ ચુક્યો છે. એક તરફ ભાજપ દાવો કરી રહી છે કે તેઓ સદનમાં ફ્લોર ટેસ્ટ પાસ કરીને બતાવશે જયારે કોંગ્રેસ ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે યેદુરપ્પા સીએમ પદ માટે ફક્ત થોડા સમયના મહેમાન છે. તો વાંચો કર્ણાટકની રાજનીતિમાં ચાલી રહેલી લાઈવ અપડેટ....

Newest First Oldest First
10:14 AM, 27 Sep

Post 3
9:50 AM, 27 Sep

Post 2
9:39 AM, 27 Sep

Post 1
7:51 PM, 19 May

રાજભવન પહોંચ્યા જેડીએસ નેતા એચડી કુમારસ્વામી, રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો. રાજ્યપાલ સાથે મળીને કુમારસ્વામી બોલ્યા કે સોમવારે શપથ લઇશ.
7:48 PM, 19 May

વજુભાઇ વાળા પર સંજય નિરુપમ ઘ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કોંગ્રેસ ઘ્વારા આપવામાં આવેલું આવું નિવેદન સાબિત કરે છે કે તેમની નજરમાં સંવિધાનની કોઈ જ કિંમત નથી
6:03 PM, 19 May

કેન્દ્રીય મંત્રી અનંત કુમાર, વરિષ્ઠ નેતા મુરલીધર રાવ સાથે રાજભવન પહોંચીને યેદુરપ્પાએ રાજ્યપાલ વજુભાઇ વાળાને પોતાનું રાજીનામુ આપ્યું
5:44 PM, 19 May

આ દેશમાં વજુભાઇ વાળાએ વફાદારીનું નવું કીર્તિમાન બનાવ્યું છે. હવે હિન્દુસ્તાનનો દરેક વ્યક્તિ પોતાના કુતરાનું નામ વજુભાઇ વાળા રાખશે કારણકે તેમના કરતા વધુ વફાદાર બીજું કોઈ નહીં હોય શકે: સંજય નિરુપમ
5:41 PM, 19 May

કર્ણાટકમાં જે પણ થયું તે અસંવિધાનિક હતું. બધું જ પ્રધાનમંત્રી મોદીના ઈશારા પર કરવામાં આવ્યું હતું. સુપ્રીમકોર્ટે કર્ણાટકમાં લોકતંત્ર બચાવ્યું અને ભાજપની હાર થયી: માયાવતી
5:40 PM, 19 May

મને આ વાતની ખુશી છે કે આખું વિપક્ષ એક સાથે ઉભું થયું અને બધાએ ભેગા મળીને ભાજપને હરાવ્યું. અમે આગળ પણ આ જીત ચાલુ રાખીશુ: રાહુલ ગાંધી
5:16 PM, 19 May

તમે જોયું કે કર્ણાટક સદનની કાર્યવાહી પછી ભાજપના નેતા અને સ્પીકર રાષ્ટ્રગીત પહેલા જ બહાર નીકળી ગયા. જેનો મતલબ સાફ છે કે ભાજપ કોઈ પણ સંવિધાનિક સંસ્થામાં વિશ્વાસ નથી કરતી: રાહુલ ગાંધી
5:14 PM, 19 May

કર્ણાટકમાં યેદુરપ્પાના રાજીનામાં પછી દેશભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘ્વારા જશ્ન મનાવવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી.
4:48 PM, 19 May

અમે સરકાર બનાવવા માટે દાવો રજુ કરવા માટે રાજ્યપાલ પાસે જઇશુ કોંગ્રેસ અને જેડીએસ બંને ભેગા થઈને રાજ્યમાં સરકાર બનાવશે: ગુલામ નબી આઝાદ
4:47 PM, 19 May

વિધાનસભામાં મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યાનું જાહેર કર્યા પછી બીએસ યેદુરપ્પા રાજભવન રાજીનામુ આપવા માટે પહોંચ્યા
4:45 PM, 19 May

યેદુરપ્પા ઘ્વારા રાજુનામુ આપ્યા પછી સદનમાં કોંગ્રેસ પક્ષમાં ખુશીનો માહોલ. વિક્ટ્રી સાઈન બતાવતા વિધાનસભામાંથી નીકળતા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર, એચડી કુમારસ્વામી અને બાકીના વિધાયક.
4:10 PM, 19 May

કર્ણાટક વિધાનસભામાં સીએમ બીએસ યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદથી રાજીમાંનું આપ્યું. કર્ણાટકમાં ભાજપા સરકાર પડી ભાંગી, કોંગ્રેસ અને પક્ષમાં જશ્નનો માહોલ
4:04 PM, 19 May

વિધાનસભામાં મુખ્યમંત્રી યેદુરપ્પાના ભાષણ દરમિયાન એચડી કુમારસ્વામીના ભાઈ એચડી રાવનના સુતા નજરે પડ્યા.
4:00 PM, 19 May

હું છેલ્લા બે વર્ષમાં આખા પ્રદેશમાં ફર્યો અને કર્ણાટકની જનતાનું દર્દ અનુભવ્યું. આ દરમિયાન મને મળેલા પ્રેમ અને લગાવને હું ભૂલી નહીં શકું.
3:58 PM, 19 May

વિધાનસભામાં ભાષણ આપતા ભાવુક થયા બીએસ યેદુરપ્પા, કહ્યું અમે 40 સીટો થી 104 સીટો પર પહોંચ્યા. સિદ્ધારમૈયાએ પોતાના પિતાની ખોટી કસમ ખાધી કે તેઓ કુમારસ્વામી સાથે નહીં જાય.
3:48 PM, 19 May

વિધાનસભામાં શરૂ થયું બીએસ યેદુરપ્પાનું ભાષણ, પીએમ મોદીના વખાણ કર્યા. તેની સાથે સાથે સદનમાં બહુમતનો પ્રસ્તાવ પણ રજુ કર્યો.
3:22 PM, 19 May

ભાજપાના લાપતા વિધાયક સોમશેખર રેડ્ડી પણ વિધાનસભા પહોંચ્યા. સોમશેખર રેડ્ડી પર કોંગ્રેસના બે વિધાયકોને હોટેલની અંદર રોકી રાખવાનો આરોપ છે.
3:20 PM, 19 May

મુખ્યમંત્રી યેદુરપ્પાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વાતચીત કરી. વિધાનસભાની સીએમ ચેમ્બરમાં કેન્દ્રીય મંત્રી અનંત કુમાર અને સીએમ યેદુરપ્પા વચ્ચે બેઠક.
3:15 PM, 19 May

વિધાનસભામાં પહોંચ્યા લાપતા વિધાયક પ્રતાપ ગૌડા પાટીલ. કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર સાથે કેન્ટીનમાં લંચ કર્યું.
3:12 PM, 19 May

કોંગ્રેસ ઘ્વારા એક ઓડિયો ટેપ જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપા નેતા શ્રીરામલુ અને મુરલીધર રાવ પર કોંગ્રેસ વિધાયક બીસી પાટીલને પૈસા આપીને ખરીદવાનો આરોપ, ટેપમાં કહ્યું કે સ્પીકર તમને અયોગ્ય જાહેર નહિ કરે.
3:05 PM, 19 May

પ્રતાપ ગૌડા પાટીલ પાછા આવી ગયા છે. તેઓ વિધાયક તરીકે શપથ લેશે અને ત્યારપછી કોંગ્રેસ માટે વોટ પણ આપશે. તેઓ ક્યારેય પણ કોંગ્રેસને દગો નહીં આપે. અમને આશા છે કે બહુમત પરીક્ષણ પહેલા જ યેદુરપ્પા રાજુનામુ આપી દેશે: ડીકે શિવકુમાર, કોંગ્રેસ
3:02 PM, 19 May

કર્ણાટક વિધાનસભામાં બધા જ વિધાયકો ઘ્વારા શપથ લેવામાં આવી. સદનની કાર્યવાહી 3.30 વાગ્યા સુધી અટકાવી છે. 4 વાગ્યે સદનમાં બહુમત પરીક્ષણ થશે.
2:59 PM, 19 May

લાપતા કોંગ્રેસ વિધાયક આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટીલ પાછા આવી ગયા, તેઓ વિધાનસભા પહોંચ્યા. ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભા બહાર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને મુરલીધર રાવને મળ્યા યેદુરપ્પા.
2:52 PM, 19 May

કર્ણાટકના રાજકીય મહાસંગ્રામમાં અચાનક મોટી ઉલટફેર જોવા મળી રહી છે. સ્થાનિક ટીવી ચેનલ ટીવી-9 ના જણાવ્યા મુજબ બીએસ યેદિયુરપ્પા બહુમત પરીક્ષણ પહેલા રાજીનામુ આપી શકે છે. ભાજપ દ્વારા જરૂરી સંખ્યા ના થવાને કારણે વર્તુળમાં ખાસી નિરાશા દેખાઈ રહી છે.
2:40 PM, 19 May

જેડીએસ બધા જ વિધાયકો સદનમાં પહોંચ્યા આ પહેલા જેડીએસ ના બે વિધાયકો ગાયબ થવાની ખબરો આવી રહી હતી. પરંતુ હવે જેડીએસ ના બધા જ વિધાયકો સદનમાં પહોંચી ચુક્યા છે.
1:04 PM, 19 May

અમારા બે વિધાયક સદનમાં હાજર નથી પરંતુ જયારે પણ તેઓ વિધાનસભામાં પાછા આવશે ત્યારે તેઓ ચોક્કસ કોંગ્રેસના પક્ષમાં જ વોટ કરશે: વીરપ્પા મોઇલી
1:02 PM, 19 May

ભાજપની પોલ આખી દુનિયા સામે ખુલી ચુકી છે. તેઓ જાણે છે કે તેમની પાસે ફક્ત 104 વિધાયક છે. તેમ છતાં તેઓ અમારા વિધાયકોને ખરીદવા માટે કઈ પણ કરવા માટે તૈયાર છે: વીરપ્પા મોઇલી
READ MORE

English summary
Karnataka Assembly Floor Test Live Updates in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X