હિજાબ વિવાદ પર હાઈકોર્ટના ચુકાદા સામે કર્ણાટકમાં આજે બંધનુ એલાન, ઘણા મુસ્લિમ સંગઠનો થશે શામેલ
હિજાબ મામલે હાઈકોર્ટના ચુકાદાના વિરોધમાં ઘણા મુસ્લિમ સંગઠનોએ આજે કર્ણાટકમાં બંધનુ આહ્વાન કર્યુ છે.
બેંગલોરઃ હિજાબ મામલે હાઈકોર્ટના ચુકાદાના વિરોધમાં ઘણા મુસ્લિમ સંગઠનોએ આજે કર્ણાટકમાં બંધનુ આહ્વાન કર્યુ છે. અમીર-એ-શરીયત, કર્ણાટકના મૌલાના સગીર અહેમદ ખાન રશદીએ કહ્યુ કે આ ચુકાદા પર દુઃખ વ્યક્ત કરવા માટે બંધ રાખવામાં આવશે. તેમણે એક વીડિયો સંદેશ શેર કર્યો જેમાં તેમણે બધા મુસલમાનોને આદેશને સાંભળવા અને તેને કડકાઈથી લાગુ કરવાનો અનુરોધ કર્યો.

વીડિયોમાં મૌલાના રશદીએ કહ્યુ કે, 'હું બધા મુસલમાનોને અનુરોધ કરુ છુ કે તે અહીં આપેલા આદેશને ધ્યાનથી સાંભળે અને તેને કડકાઈથી લાગુ કરે. હિજાબના સંબંધમાં કર્ણાટક હાઈકોર્ટના દુઃખદ આદેશ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને 17 માર્ચે આખા કર્ણાટક રાજ્યમાં આખા દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે. તેમણે મુસ્લિમ સમુદાયના દરેક વર્ગને બંધમાં ભાગ લેવાની અપીલ કરી.'
આ ઉપરાંત તેમણે કહ્યુ કે આને સફળ બનાવો અને શાસકોને જણાવો કે ધાર્મિક પ્રથાઓનુ પાલન કરીને શિક્ષણ મેળવવુ સંભવ છે. અમે ન્યાયપ્રિય લોકો અને મિલ્લત-એ-ઈસ્લામિયાને પણ બંધનુ પાલન કરવાનો અનુરોધ કરીએ છીએ. મૌલાનાએ બંધ દરમિયાન યુવાનોને શાંતિપૂર્ણ રહેવા માટે પણ કહ્યુ. યુવાનોને અનુરોધ છે કે તે બળજબરીથી દુકાનો બંધ ન કરાવે, નારેબાજી કે જુલુસમાં શામલ ન થાય. આ બંધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, મૌન અને માત્ર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાના ઉદ્દેશથી થશે.
પોતાના 129 પાનાંના આદેશમાં કર્ણાટકર હાઈકોર્ટે મંગળવારે કહ્યુ કે હિજાબ એક જરૂરી ધાર્મિક પ્રથા નથી અને રાજ્ય સરકારના પાંચ ફેબ્રુઆરીના આદેશને જાળવી રાખ્યો છે જે પરિસરમાં કોઈ પણ કપડાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવે છે જે શાંતિ, સદભાવ અને સાર્વજનિક વ્યવસ્થાને બગાડી શકે છે.
મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થી, ન્યાયમૂર્તિ કૃષ્ણા એસ દીક્ષિત અને ન્યાયમૂર્તિ જે એમ ખાજીની પૂર્ણ પીઠની રચના ત્યારે કરવામાં આવી જ્યારે તટીય જિલ્લા મુખ્યાલય શહેર ઉડુપીની અમુક મુસ્લિમ છાત્રાઓએ હાઈકોર્ટને દરવાજો ખખડાવ્યો અને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની અનુમતિ માંગી. અરજીકર્તાઓ, જે એક સરકારી કૉલેજ ઉડુપીની છાત્ર છે, પહેલા જ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી ચૂક્યા છે. હોળી પછી સુપ્રીમ કોર્ટ કેસની સુનાવણી કરશે.












Click it and Unblock the Notifications
