APMC, ભૂમિ સુધાર કાયદામાં સુધારાના વિરોધમાં આજે કર્ણાટક બંધ
નવી દિલ્લીઃ ભારત બંધ બાદ આજે ખેડૂતોએ કર્ણાટક બંધનુ આહ્વાન કર્યુ છે. કર્ણાટકમાં વિવિધ ખેડૂત સંગઠનોએ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એટલે કે એપીએમસી અને ભૂમિ સુધાર કાયદામાં કર્ણાટક સરકાર દ્વારા કરવામાં આવેલ સુધારા સામે નારાજગી વ્યક્ત કરી છે. ભૂમિ સુધાર અને એપીએમસીમાં બીએસ યેદિયુરપ્પા સરકાર દ્વારા કરવામાં આવેલ સુધારાના વિરોધમાં સોમવારે રાજ્યમાં બંધનુ આહ્લાન કરવામાં આવ્યુ છે.

આ સેવાઓ થશે પ્રભાવિત
ખેડૂતોએ આ બંધનો વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને જદ(એસ)નો સાથ મળ્યો છે. વળી, ખેડૂતોના આ વિરોધ પ્રદર્શનમાં ઘણા કન્નડ સંગઠન પણ સાથે આવ્યા છે. બેંગલુરુમાં આ બંધ દરમિયાન પ્રોટેસ્ટ માર્ચ કાઢવામાં આવશે. વળી, ઘણા ટ્રાન્સપોર્ટ્સ, ટેક્સી અને ઑટો રિક્ષા યુનિયને પણ આ બંધનુ સમર્થન કર્યુ છે. જેના કારણે તેમની સેવા આજે પ્રભાવિત થશે. વળી, પ્રાઈવેટ બસોની સેવા પણ પ્રભાવિત થઈ શકે છે જ્યારે સરકારી બસ, મેટ્રો સેવા ચાલતી રહેશે.

શ્રમિક સંગઠનોનુ પણ સમર્થન
આ બંધને ઘણા કન્નડ સંગઠનોનો સાથ મળ્યો છે. જેમ કે પ્રો કન્નડ આઉટફિટે કહ્યુ છે કે બંધ દરમિયાન તે બસ સેવોઓને અટકાવશે. વળી જરૂરી સેવાઓને પ્રભાવિત કરવામાં નહિ આવે. ખેડૂતો ઉપરાંત શ્રમ કાયદામાં સુધારાનો વિરોધ કરનાર ઘણી શ્રમિક સંગઠનોએ પણ આ બંધ દરમિયાન સમર્થનની ઘોષણા કરી છે.

સરકારી સંપત્તિને નુકશાન કરનાર સામે કડક પગલાં
સરકારે કહ્યુ કે સરકારી સંપત્તિ અને જરૂરી સેવાઓને નુકશાન પહોંચાડનાર સામે પગલાં લેવામાં આવશે. કર્ણાટક સરકારે કહ્યુ કે તે એ સુનિશ્ચિત કરવા માટે પૂરતા પગલા લેશે કે સામાન્ય જનજીવન સંબંધિત કાર્યાલયો અને પ્રતિષ્ઠાનોના સંચાલનને પ્રભાવિત નહિ થઈ શકે. સરકારે કહ્યુ છે કે બળજબરીથી બંધ લાગુ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વળી, પોલિસે બંધને જોતા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી લીધી છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિવિધ ખેડૂત સંગઠનોએ કૃષિ ઉત્પાદ બજાર સમિતિ અને ભૂમિ સુધાર કાયદામાં બીએસ યેદિયુરપ્પા સરકાર દ્વારા કરવામાં આવેલ સુધારા સામે વિરોધ પ્રદર્શન કરીને બંધનુ એલાન કર્યુ છે.
શહીદ ભગતસિંહની આજે 113મી જયંતિ, અમિત શાહે ટ્વિટ કરીને કર્યા સલામ