For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું ગૃહમંત્રી હોત તો બુદ્ધિજીવીઓને ગોળી મારવાનો આદેશ આપ્યો હોત

કારગિલ વિજય દિવસ સમારંભ દરમિયાન કર્ણાટકના બીજેપી વિધાયક ઘ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ વધી ગયો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કારગિલ વિજય દિવસ સમારંભ દરમિયાન કર્ણાટકના બીજેપી વિધાયક ઘ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ વધી ગયો છે. વિજયપુરાના બીજેપી વિધાયક બસનાગૌડા પાટીલ યતનાલ ઘ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું કે જો હું ગૃહમંત્રી હોત તો બધા જ બુદ્ધિજીવીઓને ગોળી મારવાનો આદેશ આપી દીધો હોત. બીજેપી વિધાયક યતનાલ ઘ્વારા ઉદારવાદી અને બુદ્ધિજીવીઓને રાષ્ટ્રવિરોધી ગણાવીને આ વાત કહેવામાં આવી હતી.

બીજેપી વિધાયકનું વિવાદિત નિવેદન

બીજેપી વિધાયકનું વિવાદિત નિવેદન

બીજેપી વિધાયક ઘ્વારા જણાવવામાં આવ્યું કે લિબ્રલ લોકો આપણા દેશમાં રહીને બધી જ સુવિધાઓનો લાભ ઉઠાવે છે, જેનો આપણે લોકો ટેક્સ આપીયે છે તેમ છતાં તેઓ દેશની સેના વિરુદ્ધ નારેબાજી કરે છે. આ બુદ્ધિજીવીઓ અને ધર્મનિરપેક્ષ લોકોથી આપણા દેશને વધારે ખતરો છે. જો હું ગૃહમંત્રી બન્યો તો આ બધા જ લોકોને ગોળી મારવાનો આદેશ આપીશ. આ નિવેદન પછી હાજર લોકોએ જોરથી તાળીઓ પણ વગાડી.

યેદુરપ્પાના નજીક માનવામાં આવે છે યતનાલ

યેદુરપ્પાના નજીક માનવામાં આવે છે યતનાલ

કર્ણાટક બીજેપી વિધાયક યતનાલ પ્રદેશના પાર્ટી અધ્યક્ષ યેદુરપ્પાના નજીક માનવામાં આવે છે. હાલમાં જ વિધાયક ઘ્વારા બીજેપી નગરપાલિકાના સદસ્યોને જણાવવામાં આવ્યું હતું કે તેઓ મુસ્લિમોની મદદ નહીં કરે. યતનાલ અટલ બિહાર સરકારમાં રાજ્યમંત્રી તરીકે પણ કામ કરી ચુક્યા છે. તેમના આવા નિવેદન પછી કોંગ્રેસે બીજેપી પર જોરદાર હુમલા કર્યા છે.

કોંગ્રેસે બીજેપી પર હુમલો કર્યો

કોંગ્રેસે બીજેપી પર હુમલો કર્યો

કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુન્ડુરાવ ઘ્વારા બીજેપી પર પ્રહાર કરવામાં આવ્યા છે. તેમને કહ્યું કે આ લોકો ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ પ્રકારના નિવેદન ઘ્વારા નફરત ફેલાવવામાં આવે છે. બીજેપી નફરતની હિંસા ઘ્વારા સત્તા મેળવવા માંગે છે. આ બીજેપીની માનસિકતા દર્શાવે છે કે તેઓ શુ વિચારે છે.

English summary
karnataka BJP MLA Basangouda Patil Yatnal says Would have ordered shooting of liberals had I been home minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X