ફ્લોર ટેસ્ટ ન થવાના વિરોધમાં બીએસ યેદિયુરપ્પાએ જમીન પર સૂઈને રાત વિતાવી
કર્ણાટકમાં જે રીતે ગુરુવારે વિધાનસભાની કાર્યવાહીને સ્પીકરે ટાળી દીધી હતી તે બાદ ભારતીય જનતા પાર્ટીએ આની સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ. અહીં સુધી કે ભારતીય જનતા પાર્ટીના નેતા બીએસ યેદિયુરપ્પાએ વિધાનસભાની અંદર જ વિરોધ પ્રદર્શન કર્યુ અને રાતે સંસદની અંદર જ સૂઈને પસાર કરી. યેદિયુરપ્પા અને તમામ ભાજપ ધારાસભ્યોએ સંસદની અંદર જમીન પર સૂઈને રાત પસાર કરી. યેદિયુરપ્પાએ કહ્યુ કે આ સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. આ લોકો જાણીજોઈને આ મુદ્દાને ખેંચી રહ્યા છે અને તેને ભડકાવી રહ્યા છે પરંતુ અમે ધૈર્ય સાથે કામ લીધુ છે. અમે સતત વિશ્વાસ પ્રસ્તાવ માટે દબાણ બનાવતા રહીશુ. અમે આખી રાત સંસદની અંદર જ ધરણા કરીશુ.
મોડી રાત સુધી યેદિયુરપ્પાએ તમામ ભાજપ ધારાસભ્યો સાથે ચર્ચા કરી અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ. અહીં સુધી કે તમામ નેતાઓ સંસદની અંદર લાઉન્જમાં રાતે જમ્યા. તમામ ધારાસભ્યોએ રાતે જમીન પર બેઠક કરી. વાસ્તવમાં જે રીતે ગુરુવારે સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાંઆવી તે બાદ રાજ્યપાલ વજૂભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને કહ્યુ કે તે સંસદની અંદર કાલે એટેલ કે શુક્રવારે બપોર સુધી પોતાનો બહુમત સાબિત કરે. તેમને આજે બપેરે 1.30 વાગ્યા સુધી બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવ્યુ છે.
સંસદની કાર્યવાહી સ્થગિત થયા બાદ ભાજપ નેતા જગદીશ શેટ્ટારે રાજભવન જઈ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. તેમણે ગુરુવારે જ સંસદમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી. તમામ ભાજપ ધારાસભ્યો માંગ કરી રહ્યા હતા કે વહેલામાં વહેલી તકે ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે પરંતુ વિધાનસભા સ્પીકરે કાર્યવાહી શુક્રવાર સુધી માટે સ્થગિત કરી દીધી. ત્યારબાદ ભાજપે એલાન કર્યુ કે તે આખી રાત સંસદની અંદર વિરોધ પ્રદર્શન કરશે અને સંસદની અંદર જ રાત પસાર કરશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોંગ્રેસ0જેડીએસના તમામ ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્યની સરકાર પર જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. કોંગ્રેસના 13 અને જેડીએસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધુ છે. તે બાદ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. વળી, ભારતીય જનતા પાર્ટી પાસે કુલ 105 ધારાસભ્ય છે. એવામાં જો બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણવામાં આવે તો ભાજપ પાસે બહુમતનો આંકડો છે.
Karnataka crisis: Yeddyurappa, other BJP MLAs dine, sleep inside Vidhana Soudha
— ANI Digital (@ani_digital) 18 July 2019
Read @ANI story | https://t.co/7eHSB9aPL7 pic.twitter.com/B9OlveeSXp
આ પણ વાંચોઃ કર્ણાટકઃ વિધાનસભા કાલ સુધી સ્થગિત, ભાજપના ધારાસભ્યએ કર્યું ધરણાનું એલાન