For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka budget: ખેડૂતોને લોન માફ પરંતુ અહીં થયો ભાવમાં વધારો

કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામી ઘ્વારા આજે પહેલું બજેટ રજુ કરવામાં આવ્યું, જેમાં તેમનું પોતાનું વચન પાડતા ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કરી દીધું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામી ઘ્વારા આજે પહેલું બજેટ રજુ કરવામાં આવ્યું, જેમાં તેમનું પોતાનું વચન પાડતા ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કરી દીધું. તેની સાથે જ તેમને સામાન્ય માણસોની મુસીબત વધારી નાખી છે કારણકે સરકારે પેટ્રોલ, ડીઝલ અને વીજળીની કિંમત વધારવાનો નિર્ણય કર્યો છે.

karnataka budget

કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામી સરકાર તરફથી રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં 1.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 1.12 રૂપિયા પ્રતિ લીટર વધારવા માટેનું એલાન કરવામાં આવ્યું છે. આ રીતે હવે કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઇ જશે. એટલું જ નહીં પરંતુ વીજળીની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારે વીજળીની કિંમતમાં 20 પૈસાનો વધારો કર્યો છે.

મુખ્યમંત્રી ઘ્વારા પોતાના બજેટ ભાષણમાં જણાવવામાં આવ્યું કે હું પ્રસ્તાવ કરું છું કે પેટ્રોલ પર હાલનો ટેક્સ 30 ટકાથી વધારીને 32 ટકા કરવામાં આવે, જયારે ડીઝલ પર ટેક્સ 19 ટકા થી વધારીને 21 ટકા કરવામાં આવે. કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામી ઘ્વારા ખેડૂતોના દેવા માફી સાથે એવું પણ કહેવામાં આવ્યું કે તેઓ સિદ્ધારમૈયા સરકારની બધી જ યોજનાઓ ચાલુ રાખશે. અમારી સરકારનું મુખ્ય લક્ષ્ય રાજ્યનો વિકાસ કરવાનું છે અને અમે તે તરફ આગળ વધી રહ્યા છે.

English summary
Chief minister H.D. Kumaraswamy has included a host of tax hikes in the budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X