For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો શુ 5 જુલાઈ પહેલા ભાંગી શકે કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર?

કર્ણાટકમાં જે પરિસ્થિતિમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવામાં આવી છે અને જે પ્રકારે મંત્રી પદ માટે વિવાદ સામે આવી રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં જે પરિસ્થિતિમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવામાં આવી છે અને જે પ્રકારે મંત્રી પદ માટે વિવાદ સામે આવી રહ્યો છે. તેના પછી ઘણીવાર કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકારના ભવિષ્ય અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે. હાલમાં આખરે સીએમ કુમારસ્વામી ઘ્વારા પોતાની ચુપ્પી તોડીને જણાવ્યું કે ઓછામાં ઓછું વર્ષ 2019 લોકસભા ઈલેક્શન સુધી તો તેમને કોઈ પણ અડકી નહીં શકે. તેમ છતાં કર્ણાટકમાં બંને પક્ષો વચ્ચે વિવાદ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો.

બજેટને કારણે બંને પક્ષ સામસામે

બજેટને કારણે બંને પક્ષ સામસામે

પહેલા મંત્રી મંડળમાં સંખ્યાને કારણે, ત્યારપછી મંત્રી પદ અને હવે બજેટને લઈને નવા વિવાદો ગઠબંધન સરકારની પરેશાની વધારી શકે છે. પરિસ્થિતિ એવી ઉભી થઇ રહી છે કે 5 જુલાઈ બજેટ પહેલા જ સરકાર પડી ભાંગવા માટે કયાસ લગાવવામાં આવી રહ્યા છે. મંત્રીમંડળમાં સંખ્યા અને પછી કેબિનેટ પદ માટે નારાજગી અંગે કોઈ પણ કોંગ્રેસ નેતા વાત નથી કરી રહ્યું. પરંતુ નારાજ કોંગ્રેસ વિધાયકો બીજેપી સાથે જોડાવવાની ખબરો જેડીએસ માટે પરેશાની બની રહ્યા છે.

સિદ્ધારમૈયા

સિદ્ધારમૈયા

જેડીએસ અને કોંગ્રેસ સમન્વય સમિતિના અધ્યક્ષ અને કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા હાલમાં હિમાચલમાં ધર્મશાળામાં નેચુરોપેથી લઇ રહ્યા છે. સિદ્ધારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ સમયે તેઓ બ્રેક પર છે અને પોતાના ઉપચાર દરમિયાન ફોન ઉપર પણ વાત નથી કરી રહ્યા. જયારે બીજી બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના વિશ્વસનીય એસટી સોમશેખર, બી સુરેશ અને એન મુનિરત્ન સાથે સતત વાતચીત કરી રહ્યા છે.

યેદુરપ્પા પણ અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા

યેદુરપ્પા પણ અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા

બીએસ યેદુરપ્પા પણ અમિત શાહ સાથે મુલાકાત કરવા અમદાવાદ પહોંચી ગયા છે. કર્ણાટકમાં બજેટ રજુ કરવાના ધમાસાણ વચ્ચે યેદુરપ્પા ચુપચાપ અમદાવાદ પહોંચ્યા તેની વિશે પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. ખબરો અનુસાર યેદુરપ્પા અમિત શાહ સાથે કર્ણાટકની હાલત પર વાતચીત કરવાની સાથે સાથે સરકાર બનાવવા માટેની સંભાવના અંગે પણ ચર્ચા કરી શકે છે.

English summary
Karnataka Budget divides top leaders more problem for hd kumaraswamy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X