For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક પેટાચૂંટણી: સીએમ કુમારસ્વામી અને પત્ની અનિતાએ ઇતિહાસ રચ્યો

કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને વિધાનસભાની બે સીટો સાથે લોકસભાની મંડ્યા અને બેલ્લારી સીટો પર જીત નોંધાવીને ભાજપને જોરદાર ઝાટકો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને વિધાનસભાની બે સીટો સાથે લોકસભાની મંડ્યા અને બેલ્લારી સીટો પર જીત નોંધાવીને ભાજપને જોરદાર ઝાટકો આપ્યો છે. જયારે કર્ણાટકના સીએમ કુમારસ્વામીની પત્ની અનિતા કુમારસ્વામીએ પેટાચૂંટણીમાં જીત સાથે ઇતિહાસ રચ્યો છે. પહેલીવાર કોઈ મુખ્યમંત્રી પોતાની પત્ની સાથે વિધાનસભામાં પ્રવેશ કરશે.

kumaraswamy

આ જીત પછી હવે અનિતા કુમારસ્વામી તેમના પતિ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે વિધાનસભા જશે. આમ જોવા જઇયે તો કુમારસ્વામી અને તેમની પત્ની પહેલા પણ સદનના સદસ્ય રહી ચુક્યા છે. કુમારસ્વામી જયારે રામાનગર થી વિધાયક હતા ત્યારે તેમની પત્ની મધુગીરી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. પરંતુ સીએમની પત્ની તરીકે અનિતા માટે આ પહેલો અવસર જશે.

આ પણ વાંચો: સરકારી કર્મચારી પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં મોકલે, કર્ણાટક સરકાર બનાવી રહી પ્લાન

આપને જણાવી દઈએ કે રામાનગર વિધાનસભા સીટથી કર્ણાટક સીએમ કુમારસ્વામીની પત્ની કિસ્મત અજમાવી રહી હતી અને માનવામાં આવી રહ્યું હતું કે તેઓ અહીં એક સરળ જીત નોંધાવશે. અનિતા કુમારસ્વામી પહેલા રાઉન્ડની ગણતરી પછી ભાજપના એલ ચંદ્રશેખરથી આગળ ચાલી રહ્યા હતા અને તેમને પોતાની લીડને વધારે મજબૂત કરતા લગભગ એક તરફી ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને 1,09,137 વોટોથી હરાવ્યા.

English summary
Karnataka bypolls: CM Kumaraswamy and wife anitha created histor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X