ખુરશી પરથી પડ્યા કર્ણાટક સીએમ સિદ્દારમૈયા, માથામાં વાગ્યો ઘા

Posted By:
Subscribe to Oneindia News

કર્ણાટક વિધાનસભા ઈલેક્શન દરમિયાન કર્ણાટક સીએમ સિદ્દારમૈયા ખુરશી પરથી પડી ગયા હતા. તેમને હલકો ઘા પણ લાગ્યો છે. આ ઘટના મૈસુર માં ઘટી હતી જયારે એક પાર્ટી નેતાના ઘરે આયોજિત સમારંભમાં ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ ખુરશી પરથી પડી ગયા.

karnataka elections 2018

પરંતુ સિદ્દારમૈયા તરત જ ઉઠ્યા અને પોતાના ચુનાવી અભિયાન માટે રવાના થઇ ગયા. તેઓ પાંચમા દિવસે ચામુંડેશ્વરી માં ચુનાવ અભિયાન કરી રહ્યા હતા. અહીંથી તેમને ઈલેક્શન લડવાનું છે. તેઓ ઘોષણા કરી ચુક્યા છે કે આ તેમનું છેલ્લું ઈલેક્શન હશે.

જણાવવામાં આવી રહ્યું છે કે જયારે આ ઘટના ઘટી ત્યારે તેમની સાથે પૂર્વવિધાયક સાથનારાયણ અને તેમના એક મિત્ર બેઠા હતા. જમીન પર જયારે તેમના પડવાનો અવાઝ આવ્યો ત્યારે સુરક્ષાકર્મીઓ તરત જ પહોંચી ગયા.

આપણે જણાવી દઈએ કે કર્ણાટક માં 12 મેં દરમિયાન વિધાનસભા ઈલેક્શન માટે મતદાન કરવામાં આવશે અને 15 મેં દરમિયાન વોટોની ગણતરી કરવામાં આવશે. કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને સિદ્દારમૈયા સીએમ છે. કર્ણાટકમાં જ્યાં એક તરફ રાહુલ ગાંધીની અગ્નિપરીક્ષા થશે તો બીજી બાજુ અમિત શાહ પોતાનું વિજય અભિયાન ચાલુ રાખવાનો પ્રત્યન કરશે.

English summary
Karnataka chief minister siddaramaiah falls off his chair suffers head injury

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.