For Daily Alerts
કર્ણાટક: ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદુરપ્પાએ આપ્યું રાજીનામુ
કર્ણાટક માં બીજેપી સરકાર પડી ભાંગી છે. યેદુરપ્પા ઘ્વારા સીએમ પદથી રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. ફ્લોર ટેસ્ટ પહેલા જ તેમને રાજુનામુ આપી દીધું છે. રાજુનામુ આપતા પહેલા તેમને જણાવ્યું કે કર્ણાટકની જનતા ઘ્વારા તેમને ખુબ જ પ્રેમ મળ્યો છે.
વિધાનસભામાં જયારે બીએસ યેદુરપ્પાનું ભાષણ શરુ થયું ત્યારે તેમને પીએમ મોદીના વખાણ કર્યા. વિધાનસભામાં ભાષણ આપતા ભાવુક થયા બીએસ યેદુરપ્પા, કહ્યું અમે 40 સીટો થી 104 સીટો પર પહોંચ્યા. સિદ્ધારમૈયાએ પોતાના પિતાની ખોટી કસમ ખાધી કે તેઓ કુમારસ્વામી સાથે નહીં જાય.
યેદુરપ્પા ઘ્વારા રાજુનામુ આપ્યા પછી સદનમાં કોંગ્રેસ પક્ષમાં ખુશીનો માહોલ. વિક્ટ્રી સાઈન બતાવતા વિધાનસભામાંથી કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર, એચડી કુમારસ્વામી અને બાકીના વિધાયક નીકળ્યા હતા.