કેમેરા સામે આવતા પહેલા મોદી મેકઅપ કરે છે: કુમારસ્વામી
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ઘ્વારા સોમવારે આરોપ લગાવવામાં આવ્યો કે મીડિયા ફક્ત પીએમ મોદીને જ બતાવે છે. પીએમ મોદી કેમેરા સામે આવતા પહેલા ચહેરો ચમકાવવા માટે "મેકઅપ" કરે છે. લોકસભા ચૂંટણી પછી રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના ભવિષ્ય અંગે મુખ્યમંત્રી કુમારસ્વામીએ સાફ કહી દીધું છે કે રાજ્યમાં તેમની સરકાર સ્થિર રહેશે, તેમના ગઠબંધનમાં કોઈ જ સમસ્યા નથી.
દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, હિંદુઓ માટે માત્ર ભાજપ વિકલ્પઃ યોગી આદિત્યનાથ

ચહરો ચમકાવવા માટે વેક્સિનથી લઈને મેકઅપ સુધી કરે છે
કુમારસ્વામીએ એક રેલીને સંબોધન કરતા જણાવ્યું કે ભાજપા નેતાઓ જ્યાં પણ જાય છે ત્યારે તેઓ ઉમેદવારો માટે વોટ નથી માંગતા, તેઓ પીએમ મોદીના ચહેરા માટે વોટ માંગે છે. પીએમ મોદી પર પ્રહાર કરતા કુમારસ્વામીએ કહ્યું કે નરેન્દ્ર મોદી લોકોની સામે આવતા પહેલા ચહરો ચમકાવવા માટે વેક્સિનથી લઈને મેકઅપ સુધી કરે છે.

અમારા મીડિયા મિત્રને અમારો ચહેરો પસંદ નથી
જયારે બીજી બાજુ પોતાના વાત કરતા કુમારસ્વામીએ જણાવ્યું કે, અમારા મામલે જયારે અમે દર સવારે નાહીને નીકળીએ છે તો પછી બીજા દિવસે સવારે જ નાહિયે છે અને પોતાનો ચહેરો ધોઈયે છે. અમારો ચહેરો કેમેરા પર સારો નથી લાગતો, એટલા માટે અમારા મીડિયા મિત્ર પણ અમારો ચહેરો બતાવવાનું પસંદ નથી કરતા. તેઓ ફક્ત નરેન્દ્ર મોદીને જ બતાવે છે. તેમને પીએમ મોદીના કર્ણાટકના યોગદાન પર પણ સવાલ ઉઠાવ્યા છે.

ચૂંટણી પછી પણ અમારી સરકાર સ્થિર રહેશે
કુમારસ્વામી ગઠબંધનના બેંગ્લોર નોર્થથી ઉમેદવાર કોંગ્રેસના કૃષ્ણા બાયરે ગૌડા માટે શહેરમાં પ્રચાર કરી રહ્યા હતા, જેઓ તેમના મંત્રીમંડળમાં મંત્રી પણ છે. એટલું જ નહીં પરંતુ તેમને એવું પણ કહ્યું કે તેમની સરકાર લોકસભા ચૂંટણી પછી પણ સ્થિર જ રહેશે. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પછી સરકાર અસ્થિર થશે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે.