For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત બન્યા કર્ણાટક સીએમ, ખેતરમાં કરી અનાજની વાવણી

કુમારસ્વામી એક દિવસ માટે ખેડૂત બન્યા અને ખેતરમાં જઈને અનાજની વાવણી પણ કરી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામી ફરી એકવાર ચર્ચામાં છે. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાના દીકરા કુમારસ્વામી એક દિવસ માટે ખેડૂત બન્યા અને ખેતરમાં જઈને અનાજની વાવણી પણ કરી. કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામી શનિવારે માંડ્યા જિલ્લાના એક ગામમાં પહોંચ્યા. અહીં સીએમ સાથે તેમની પાર્ટી જેડીએસના 150 કાર્યકર્તાઓ હાજર હતા. મુખ્યમંત્રી સાથે મળીને કાર્યકર્તાઓ અને ખેડૂતો ઘ્વારા અનાજની વાવણી કરી.

HD Kumaraswamy

કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીએ ખેડૂતો સાથે ભોજન કર્યું ત્યારપછી તેમની સમસ્યાઓ વિશે લાંબી વાતચીત પણ કરી. સીએમ એચડી કુમારસ્વામીએ ખેડૂતોને ખાતરી આપી કે તેમની સરકાર દરેક શક્ય મદદ માટે તૈયાર છે. કુમારસ્વામીએ મીડિયામાં કહ્યું હતું કે, 'હું ખેડૂતનો પુત્ર છું. મારા પિતા એચડી દેવેગૌડા અને મા ચાંમ્મા ગરીબ ખેડૂત પરિવારોમાં જન્મ્યા હતા. હું ખેડૂતોની પીડાને સમજું છું. આજે મેં 25 વર્ષ પછી ખેતીમાં કામ કર્યું. જ્યારે હું નાનો હતો ત્યારે હું ખેતરોમાં કામ કરતો હતો. '

કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર ચલાવી રહેલા કુમારસ્વામી, ખેડૂતોને વચન આપ્યું હતું કે તેઓ આગામી બે મહિનામાં તમામ 30 જિલ્લાના ખેડૂતોને મળશે. સીએમ સુમારસ્વામી આ પ્રસંગે ખેડૂતોના દેવું માફીના નિર્ણયનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે ખેતી સરળ નથી, તેથી તેમણે 40 હજાર કરોડના દેવું છોડી દેવાનો નિર્ણય કર્યો છે.

English summary
Karnataka: CM HD Kumaraswamy transplants paddy seedlings in Mandya district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X