For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગઠબંધન સરકારનું દર્દ વ્યક્ત કરતા રડવા લાગ્યા સીએમ કુમારસ્વામી

કર્ણાટકમાં જે રીતે કોંગ્રેસ અને જેડીએસ સરકાર બની છે ત્યારપછી સતત બંને દળો વચ્ચે અનબન થવાની ખબરો આવી રહી છે. આ વખતે સીએમ કુમારસ્વામી એ જાતે ગઠબંધન સરકારનું દર્દ વ્યક્ત કર્યું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં જે રીતે કોંગ્રેસ અને જેડીએસ સરકાર બની છે ત્યારપછી સતત બંને દળો વચ્ચે અનબન થવાની ખબરો આવી રહી છે. આ વખતે સીએમ કુમારસ્વામી એ જાતે ગઠબંધન સરકારનું દર્દ વ્યક્ત કર્યું. ખરેખર કુમારસ્વામી એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ ભાવુક થઈને રડવા લાગ્યા. તેમને કહ્યું કે ગઠબંધન સરકારનું દર્દ કેવું હોય છે તેઓ જાણે છે.

kumaraswamy

સીએમ કુમારસ્વામીએ કહ્યું કે તમે મારી સામે ફૂલોનો ગુલદસ્તો લઈને ઉભા છો, મને અભિનંદન આપી રહ્યા છો કે તમારો ભાઈ પ્રદેશનો મુખ્યમંત્રી બની ચુક્યો છે, તમે બધા જ ખુશ છો, પરંતુ હું ખુશ નથી. હું જાણું છું કે ગંઠબંધન સરકારનું દુઃખ કેવું હોય છે. કર્ણાટક ઇલેક્શનમાં કોઈ પણ સરકારને બહુમત મળ્યો ના હતો, જેને કારણે કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા ગઠબંધન સરકાર બનાવવામાં આવી હતી.

કુમારસ્વામીના આવા નિવેદન પર ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આવું કઈ રીતે કહી શકે છે. મુખ્યમંત્રીએ હંમેશા ખુશ રહેવું જોઈએ. જો તેઓ ખુશ રહેશે તો જ અમે પણ ખુશ રહીશુ.

કર્ણાટકમાં ભાજપે 107 સીટો પર જીત નોંધાવી હતી જયારે કોંગ્રેસ પાસે 78 સીટો આવી હતી અને જેડીએસ પાસે 37 સીટો હતી. તેમ છતાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કરીને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ધ્યાન આપવા જેવી બાબત છે કે કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં દેશમાં મોટા નેતાઓ પણ શામિલ થયા હતા. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, માયાવતી, અખિલેશ યાદવ જેવા નામોનો સમાવેશ થાય છે.

English summary
Karnataka CM HD kumaraswamy breaks down in a meet says I know the pain of coalition government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X