For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીકે શિવકુમારની ધરપકડ સામે કોંગ્રેસનું આજે કર્ણાટક બંધ

કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ઈડીએ ધરપકડ કરી લીધી છે. શિવકુમારની ધરપકડ સામે કોંગ્રેસે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ઈડીએ ધરપકડ કરી લીધી છે. શિવકુમારની ધરપકડ સામે કોંગ્રેસે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યુ છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાને ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રીંગ એક્ટ હેઠળ સતત પાંચ દિવસ સુધી પૂછપરછ કરી ત્યારબાદ છેવટે ઈડીએ તેમની ધરપકડ કરી લીધી. પાર્ટીના જનરલ સેક્રેટરી પુથુરે જણાવ્યુ કે ડીકે શિવકુમારની ધરપકડના વિરોધ અને ઈડીના કારણ વિના ઉપયોગ સામે અમે 4 સપ્ટેમ્બરે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું આહ્વવાન કર્યુ છે.

dk shivkumar

ભાજપ પર કર્યો કટાક્ષ

ધરપકડ બાદ ડીકેએ ટ્વીટ કરીને કહ્યુ કે, ટહું મારા ભાજપના મિત્રોને અભિનંદન આપુ છે કે તેમણે મારી ધરપકડ કરવાના મિશનને સફળતાપૂર્વક પૂરુ કર્યુ. મારા સામે આઈટી અને ઈડી કેસ રાજકીય બદલાથી પ્રેરિત છે. હું ભાજપના બદલી કાર્યવાહીનો શિકાર છુ. પૂર્વ કેબિનેટ મંત્રી અને કનકપુરાના ધારાસભ્ય શિવકુમાર પૂછપરછ માટે ચોથી વાર મંગળવારે ઈડી સામે હાજર થયા હતા.'

કાર્યકર્તાઓને અપીલ

તેમણે પાર્ટી કેડરને અપીલ કરતા કહ્યુ, 'હું પાર્ટી કેડર અને સમર્થકોને અપીલ કરુ છુ કે તે બિલકુલ નિરાશ ન થાય, મે કંઈ પણ ગેરકાયદેસર કર્યુ નથી. મને ભગવાન અને દેશની ન્યાયપાલિકા પર સંપૂર્ણ ભરોસો છે. મને વિશ્વાસ છે કે હું આ બદલાની કાર્યવાહી સામે રાજકીય અને કાયદાકીય રીતે જીત મેળવીશ.' ડીકે શિવકુમારની ધરપકડ માટે કોંગ્રેસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર હુમલો કર્યો. કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે સરકારની નિષ્ફળતાઓ તેમજ આર્થિક ઈમરજન્સી પર પડદો નાખવાની કોશિશ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

2017માં પાડી હતી રેડ

તમને જણાવી દઈએ કે ઈડીએ ડીકે શિવકુમાક સામે મની લૉન્ડ્રીંગનો કેસ ફાઈલ કર્યો હતો. તેમના સામે 2017માં આવકવેરા વિભાગે તપાસ કરી હતી અને તેમની પાસેથી નવી દિલ્લીના સ્થળોએ 8.83 કરોડ રૂપિયા મળી આવ્યા હતા જેમનુ તેમની પાસે અકાઉન્ટ નહોતુ. ગયા વર્ષે ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં શિવકુમાર સામે મની લૉન્ડ્રીંગનો કેસ ફાઈલ કર્યો હતો. આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના આધારે ઈડીએ જ આ કેસ ફાઈલ કર્યો હતો.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા રશિયા, થયુ ભવ્ય સ્વાગત

English summary
Karnataka Congress calls statewide bandh today against the arrest of DK Shivakumar by ED.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X