કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની EDએ ધરપકડ કરી
નવી દિલ્હીઃ કર્ણાટક કોંગ્રેસના મોટા નેતા ડીકે શિવકુમારની ઈડીએ ધરપકડ કરી લીધી છે. કર્ણાટક કોંગ્રેસના બીજા મોટા નેતા કહેવાતા ડીકે શિવકુમારની મની લોન્ડરિંગના મામલે ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી. કસ્ટડીમાં લેવા માટે પ્રવર્તન નિદેશાલય દ્વારા બુધવારે ડીકે શિવકુમારને અદાલત સામે રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હી ખાતે કર્ણાટક ભવનમાં એક કર્મચારી હાઉમંતૈયા, શિવકુમાર અને અન્ય વિરુદ્ધ મની લોન્ડ્ગિંરનો મામલો નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડીકે શિવકુમાર વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિનો મામલો ચાલી રહ્યો છે. 2017માં આવકવેરા વિભાગે ડીકે શિવકુમારના 64 ઠેકાણે દરોડા પાડ્યા હતા. તેમની વિરુદ્ધ ટેક્સ ચોરીની ફરિયાદ પર આ કાર્યવાહી થઈ હતી. તે દરમિયાન ડીકે શિવકુમાર અને અન્ય કોંગ્રેસી નેતાઓએ રાજનૈતિક બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
જો કે મની લોન્ડ્રિંગના મામલે પણ ઈડીએ ડીકે શિવકુમાર વિરુદ્ધ સમન જાહેર કર્યા હતા જે વિરુદ્ધ શિવકુમારે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુરુવારે (29 ઓગસ્ટે) મામલા પર સુનાવણી બાદ કોર્ટે ડીકે શિવકુમારને કોઈ રાહત ન આપતા ઈડીના સમનને રદ્દ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જે બાદ ઈડીએ ડીકે શિવકુમારની 3 સપ્ટેમ્બરે ધરપકડ કરી લીધી છે.
GDP દરમાં ગિરાવટને લઈ પી ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું