For Daily Alerts
કર્ણાટક સંકટઃ કુમારસ્વામીના વિશ્વાસ મત દરમિયાન સંસદમાંથી બસપા MLA ગાયબ
કર્ણાટકમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલ સંગ્રામ આજે ખતમ થઈ શકે છે. ગુરુવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે અને આના માટે ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે કે એચ ડી કુમારસ્વામીની સરકાર બનશે કે નહિ. આ દરમિયાન એચડી કુમારસ્વામીને એક ઝટકો આપે તેવા સમાચાર આવ્યા છે. બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ધારાસભ્ય એન મહેશ વિધાનસભામાં થનારા ફ્લોર ટેસ્ટમાં શામેલ નહિ થાય.
તેમનુ કહેવુ છે કે કોંગ્રેસ-જેડીએસ સરકારે આ અંગે હજુ સુધી માયાવતીનો સંપર્ક કર્યો નથી. એટલા માટે તે પોતાના વિસ્તારમાં જ રહેશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે બુધવારે ચુકાદો સંભળાવી દીધો છે કે 15 બાગી ધારાસભ્યોને વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે મજબૂર ન કરી શકાય.
આ પણ વાંચોઃ હવે દિલ્લી સરકાર નક્કી કરશે તમારા લગ્નમાં કેટલા જાનૈયા આવશે, નિયમ તોડ્યો તો 15 લાખ દંડ