For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં ઉપમુખ્યમંત્રી બનવાના સવાલ પર ડીકે શિવકુમારનું મોટુ નિવેદન

રાહુલ અને સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં એચડી કુમારસ્વામીની મુલાકાત બાદ ઉપમુખ્યમંત્રી માટે ઘણા નામ સામે આવી રહ્યા છે. દિગ્ગજ નેતા ડીકે શિવકુમારે પોતે ઉપમુખ્યમંત્રી બનવા અંગે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લાંબા રાજકીય ઘમાસાણ બાદ છેવટે એચડી કુમારસ્વામી બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લેશે. કુમારસ્વામીના શપથગ્રહણ પહેલા જ ઉપમુખ્યમંત્રીના પદ માટે કર્ણાટકમાં રાજકીય પારો ચડેલો છે. રાહુલ અને સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં એચડી કુમારસ્વામીની મુલાકાત બાદ ઉપમુખ્યમંત્રી માટે નવા નવા નામ સામે આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારે પોતે ઉપમુખ્યમંત્રી બનવા અંગે મોટુ નિવેદન આપ્યુ છે.

“પોતાની તાકાત બતાવવા નથી ઈચ્છતો હું”

“પોતાની તાકાત બતાવવા નથી ઈચ્છતો હું”

પત્રકારો સાથેની વાતચીતમાં ડીકે શિવકુમારે ઉપમુખ્યમંત્રી બનવાના સવાલ પર કહ્યુ, "હું મારી તાકાત બતાવવા નથી ઈચ્છતો. હું મારી સંખ્યા પણ બતાવવા નથી માંગતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીમાં મને પૂરો વિશ્વાસ છે. અમે બધા એક વ્યક્તિના સંકલ્પમાં વિશ્વાસ કરીએ છીએ કે જે પક્ષના હાઈ કમાન્ડ છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે."

રેસમાં ડીકે શિવકુમારનુ નામ આગળ

રેસમાં ડીકે શિવકુમારનુ નામ આગળ

તમને જણાવી દઈએ કે સોમવારે કર્ણાટકના ભાવિ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ દિલ્હી પહોંચીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્રણ નેતાઓની મુલાકાતમાં નક્કી થયુ કે ઉપમુખ્યમંત્રી પદ કોંગ્રેસના ખાતામાં જશે. આ મુલાકાત બાદથી ઉપમુખ્યમંત્રી પદ માટે કર્ણાટક કોંગ્રેસના ઘણા ચહેરા સામે આવ્યા છે. ઉપમુખ્યમંત્રીની રેસમાં ડીકે શિવકુમારનું નામ પણ આગળ ચાલી રહ્યુ છે.

મારે બધી કડવાશ ગળી જવી પડી

મારે બધી કડવાશ ગળી જવી પડી

આ પહેલા જેડીએસ સાથે ગઠબંધનથી નારાજગીના સમાચારો પર ડીકે શિવકુમારે કહ્યુ હતુ કે કર્ણાટકમાં એક સેક્યુલર સરકારનું ગઠન કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઠબંધનનો નિર્ણય લીધો છે. અત્યારે આખા દેશને આની જરૂર છે. એટલા માટે આ બધી કડવાશ ગળી જવી પડી અને હું માનુ છુ કે અત્યારે આ જ મારી ફરજ પણ છે. ક્યારેક-ક્યારેક કોઈ એકની નારાજગી મહત્વ નથી રાખતી. મે પોતે પણ આ ગઠબંધન માટે મારી સંમતિ આપી છે.

English summary
karnataka dk shivakumar speaks on issue deputy cm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X