For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ કે સોનિયા નહિ, કોઈ બીજાનો હતો કુમારસ્વામીને સીએમની ઓફરનો આઈડિયા

કર્ણાટકમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય ઘમાસાણ થમવાનું નામ નથી લઈ રહ્યુ. ભાજપ સૌથી વધુ 104 બેઠકો લઈને સરકાર બનાવવાનો દાવો કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય ઘમાસાણ થમવાનું નામ નથી લઈ રહ્યુ. ભાજપ સૌથી વધુ 104 બેઠકો લઈને સરકાર બનાવવાનો દાવો કરી રહ્યુ છે. વળી, બીજી તરફ કોંગ્રેસ સ્હેજ પણ રાહ જોયા વગર જે રીતે જેડીએસને સમર્થનનું એલાન કર્યુ તેનાથી બધુ રાજકીય ગણિત બદલાઈ ગયુ છે. કોંગ્રેસના આ દાવે કર્ણાટકના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે. કોંગ્રેસે જે રીતે આ દાવ ખેલ્યો તે પછી બધાના મનમાં એક જ સવાલ ઉઠ્યો કે આ રણનીતિનો અસલી સૂત્રદાર કોણ છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે કોંગ્રેસનો જેડીએસને સમર્થન આપવાનો આખો પ્લાન ના તો કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનો છે અને ના તો કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીનો. જાણો, છેવટે કોણે આપ્યો જેડીએસના નેતા એચડી કુમારસ્વામીને સીએમ પદની ઓફર આપવાનો આઈડિયા.

આમણે આપ્યો કોંગ્રેસને જેડીએસને સમર્થન આપવાનો આઈડિયા

આમણે આપ્યો કોંગ્રેસને જેડીએસને સમર્થન આપવાનો આઈડિયા

કર્ણાટક ચૂંટણી દરમિયાન જ્યાં કોંગ્રેસે જેડીએસને ભાજપની ‘બી' ટીમ બનાવી હતી. ચૂંટણીના પરિણામો આવતા જ કોંગ્રેસે તરત જ જેડીએસને બિનશરતી સમર્થન આપવાનું એલાન કરી દીધુ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નહોતા ઈચ્છતા કે કોંગ્રેસ આ રીતે જેડીએસ સાથે જાય. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ સલાહ રાહુલ ગાંધીને આપી હતી. પ્રિયંકા ગાંધીની સલાહ ખરેખર જબરદસ્ત રહી અને તેમના આ દાવે કર્ણાટકનું આખુ રાજકીય સમીકરણ જ બદલી નાખ્યુ.

પ્રિયંકા ગાંધીએ સૌથી પહેલા આપી હતી જેડીએસને સપોર્ટ કરવાની સલાહ

પ્રિયંકા ગાંધીએ સૌથી પહેલા આપી હતી જેડીએસને સપોર્ટ કરવાની સલાહ

જાણકારી મુજબ પ્રિયંકા ગાંધીએ જ સલાહ આપી હતી કે કોંગ્રેસ પક્ષ કર્ણાટકમાં જેડીએસનું સમર્થન કરે. આટલુ જ નહિ તેમણે એ પણ આઈડિયા આપ્યો કે મુખ્યમંત્રીનું પદ એચડી કુમારસ્વામીને ઓફર કરવામાં આવે. જો કે કોંગ્રેસના રણનિતીકારોનો પ્લાન કંઈક અલગ જ હતો. કોંગ્રેસની યોજના હતી કે જો પક્ષ 100 બેઠકોને પાર કરી જશે તો આગળની બધી રણનીતિ સિદ્ધારમૈયા બનાવશે. એ તેમના ઉપર છોડી દેવામાં આવશે કે તેઓ કયા પગલા લે છે. વળી જો પક્ષ 100 થી ઓછી બેઠકોમાં અટકી જાય તો કોંગ્રેસના અગ્રણીઓ આ મુદ્દે અંતિમ નિર્ણય લેશે.

રાહુલ જેડીએસને સમર્થન આપવાના પક્ષમાં નહોતા

રાહુલ જેડીએસને સમર્થન આપવાના પક્ષમાં નહોતા

ગોવા અને મણિપુરમાં થયેલ ચૂંટણીની સ્થિતિને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ આ વખતે કોઈ ભૂલ કરવા માંગતી નહોતી. આ જ કારણ છે કે પક્ષના અગ્રણી નેતા ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોતને પહેલા જ કર્ણાટક મોકલી દેવામાં આવ્યા હતા. પરિણામો આવતા જ જેવા કોંગ્રેસ બીજા નંબરે દેખાઈ કે નેતાઓમાં વાતચીત શરૂ થઈ ગઈ.

પ્રિયંકા ગાંધીના દાવે બદલી દીધુ કર્ણાટકનુ રાજકીય ગણિત

પ્રિયંકા ગાંધીના દાવે બદલી દીધુ કર્ણાટકનુ રાજકીય ગણિત

જાણકારી મુજબ કર્ણાટકમાં જેડીએસને સમર્થન આપવા માટે સૌથી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મનાવવામાં આવ્યા. ત્યારબાદ સોનિયા ગાંધીએ તરત જ એચડી દેવગૌડા અને એચડી કુમારસ્વામી સાથે ફોન પર સંપર્ક કર્યો. દેવગૌડાની એક જ માંગ હતી કે તેમનો પુત્ર મુખ્યમંત્રી બને. તેમની માંગ કોંગ્રેસ તરફથી માની લેવામાં આવી. ત્યારબાદ કોંગ્રેસ-જેડીએસ નેતાઓની બેઠકનો દોર શરૂ થયો. કુમારસ્વામી તરફથી રાજ્યપાલને પત્ર આપવામાં આવ્યો જેમાં તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

English summary
karnataka election 2018 congress jds deal how priyanka gandhi prevailed over rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X